તાપી જિલ્લાના નિઝર તાલુકા પંચાયત માંથી વિકાસના કામો પુર્ણ થયા બાદ પણ બીલો ચુકવવામાં વિલંબ થતો હોવાથી નવા કામો ચાલુ કરવામાં અવરોધ આવી રહ્યાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને ભીલજાંબોલીના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. નિઝર તાલુકાના ગૃપ ગ્રામ પંચાયતના સરપંચે રજૂઆતમાં જણાવ્યું છે કે,છેલ્લા ત્રણ માસથી વિકાસના કામો પુર્ણ થઈ ગયા છે અને બીલો પણ લખાયેલા હોવા છતાં બીલોનું ચુકવણું થતું નથી. TDO ઓફિસ અને બાંધકામ શાખા દ્વારા બીલ પાસ કરવા મુદ્દે એકબીજાને ખો આપવામાં આવે છે, વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાથી ગ્રામપંચાયતમાં બીજા કામો પુર્ણ કરવામાં તેમજ નવા કામ ચાલુ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. ત્યારે સરકારના નીતિ નિયમ મુજબ પુર્ણ કરવામાં આવેલા કામોના બીલો તાકીદે પાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
Latest News




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245