આદિજાતિ સમુદાયના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે પહોંચાડવા માટે સરકાર દ્વારા આદિજાતિ સમુદાયના લાભાર્થીઓની લાસ્ટ માઈલ કનેકટીવીટી સુનિશ્વિત કરવા અર્થે ભારત સરકાર દ્વારા આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે આજે તાપી જિલ્લાના સેવાસદન સભાખંડ ખાતે આદી કર્મયોગી અભિયાન અંતર્ગત તાપી જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને જિલ્લા ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. 
તાપી જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગ અને પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોર નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાપી તાપી જિલ્લાના ૩૬૯ ગામોને આવરી લઈ આદિજાતિ સમુદાયના વિકાસ માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જીવનધોરણમાં સુધારો થઈ શકે.આ અભિયાન અંતર્ગત ‘ગ્રાસરૂટ લીડરશીપ પ્રોગ્રામ’ની રચના કરવામાં આવશે. જેમાં ‘આદિ કર્મયોગી’ તરીકે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તથા ‘આદિ સહાયકો’ તરીકે યુવા નેતાઓ, શિક્ષકો અને ડોક્ટરોનો સમાવેશ થશે. આ કેડર ગ્રામ્ય સ્તરે નેતૃત્વ વિકસાવવા અને સેવાઓના અમલીકરણને વધુ અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આદી કર્મયોગી અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં જિલ્લા ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં પીપીટીના માધ્યમથી આદી કર્મયોગી અભિયાનનું વિઝન સ્ટેટમેન્ટ, જિલ્લામાં આવરી લેવાયેલા ગામોની વિગતો, અમલીકરણનું માળખું, આ ઉપરાંત અભિયાનના પ્રાથમિક પરિણામો, ગ્રામ્ય સ્તરે આયોજન,આદી કેંદ્ર સ્થાપવા બાબત, ગ્રામ્ય સ્તરનું આયોજન અને અમલીકરણ માળખું, કોમ્યુનિકેશન અને અવેરનેસ પ્લાન, મોનીટરીંગ અને રિપોર્ટિંગ સિસ્ટમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન તાલુકા અને ગ્રામ્ય સ્તરે યોજાનારા કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી.
રાજ્ય સ્તરે યોજાયેલ આદીકર્મ યોગી ટ્રેનિંગ શિબિરમાં ભાગ લિધેલ જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અભિયાન દ્વારા ગ્રામ્ય સ્તરે વધુ સક્ષમતા, વિકાસલક્ષી કામગીરી અને જનજાગૃતિમાં વધારો થશે. આમ અભિયાન હેઠળ પસંદ કરાયેલા ગામોમાં ગ્રામ્ય આયોજન, લોકોની ભાગીદારી, સરકારી યોજનાઓનો સમયસર લાભ, તાલીમ અને ક્ષમતા વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સાથે સાથે ટેકનોલોજી આધારિત મોનીટરીંગ સિસ્ટમ દ્વારા પ્રગતિની સમીક્ષા કરવામાં આવે છે જેથી દરેક ગામને સાતત્યપૂર્ણ વિકાસ તરફ આગળ લઈ જ શકાય.આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોધનિય છે કે,“આદિ કર્મયોગી ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા આરંભ કરાયેલ એક દ્રષ્ટિવાન, કેડર આધારિત પ્રયાસ છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોમાં ગ્રામ્ય શાસન અને સેવા વિતરણને સુધારવાનો છે. આ પ્રયાસ એક જનઆંદોલન છે.જેથી લોકોની સહભાગિતાથી પરિવર્તન લાવવામાં આવે.આ અભિયાન અંતર્ગત, ૨૦ લાખ તાલીમપ્રાપ્ત, પ્રેરિત અને મિશન માટે પ્રતિબદ્ધ પરિવર્તનશીલ કાર્યકરોની કેડર તૈયાર કરવામાં આવશે, જે ૩૦ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો, ૫૫૦થી વધુ જિલ્લાઓ અને ૩,૦૦૦ બ્લોકોમાં સ્થિત ૧ લાખથી વધુ આદિવાસી પ્રભૂત ગામોમાં કામગીરી કરશે. આ અભિયાન દ્વારા ૧૦.૫ કરોડથી વધુ આદિવાસી નાગરિકો સુધી સરકારની યોજનાઓ અને સેવાઓ અસરકારક રીતે પહોંચાડવાની છે.
આ કેડરમાં વર્તમાન તથા નિવૃત્ત સરકારી અધિકારીઓ, યુવા આગેવાનો, શિક્ષકો, આરોગ્યકર્મીઓ, સામાજિક કાર્યકરો, પરંપરાગત જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ તથા સ્વયંસેવકોનો સમાવેશ થાય છે. આદિ કર્મયોગી કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રથી લઈ સૌથી અંતિમ અને દુર્ગમ PVTG વસાહતો સુધી પહોંચીને આદિવાસી પુનર્જાગૃતિનું આંદોલન પ્રેરિત કરશે. આ અભિયાનમાં હાલના તથા નિવૃત્ત સરકારી અધિકારીઓ, યુવા આગેવાનો, શિક્ષકો, આરોગ્યકર્મીઓ, સામાજિક કાર્યકરો, પરંપરાગત નેતાઓ વગેરેનો સહભાગ રહેશે. આદિ કર્મયોગી કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રથી લઈ સૌથી અંતિમ અને દુર્ગમ PVTG વસાહતો સુધી પહોંચીને આદિવાસી પુનર્જાગૃતિનું આંદોલન પ્રેરિત કરશે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243