સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટી@ ૨૦૪૭ હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતના ૨૦૪૭ નક્કી કરેલ લક્ષ્યાંકમાં કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર પણ ભારતના ઉજ્જવળ ભવિષ્યના અમૃતકાળમાં ઉત્તમ ફાળો પ્રધાન કરી શકે તેવા ઉમદા હેતુ અને કુલપતિશ્રી, કામધેનુ યુનિવર્સિટી ડો. પી. એચ. ટાંકના પ્રેરણાથી કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના મુખ્ય મથક ખાતે કામગીરી કરતા યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, અને કર્મચારીઓ માટે તારીખ ૩૦/૦૮/૨૦૨૫ થી ૩૧/૦૮/૨૦૨૫ એમ બે દિવસની ચિંતન શિબિરનું આયોજન તાપી નદીના સાનિધ્યમાં સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર, ઉકાઈ ખાતે કરવામાં આવ્યું છે.
આ ચિંતન શિબિરના ઉદ્ધાટન સમારોહમાં માનનીય મંત્રી શ્રી કુંવરજી હળપતિ મુખ્ય મેહમાન તરીકે હાજર રહી ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ અને ધર્મ રક્ષણ માટે કરેલ બલિદાનની ગાથા રજૂ કરી ચિંતન શિબિરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. પી. એચ. ટાંક પણ ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ જણાવી કામધેનુ યુનિવર્સિટીના વિકાસની ચળવળ પર આદિવાસીઓ દ્વારા સ્વધર્મના રક્ષણ અને સ્વરાજ્ય માટે હાથ ધારેલ ચળવળ મુજબ કામગીરી કરવા અને બે દિવસ મુક્ત મને ચિંતન કરવા હાંકલ કરી હતી.
આ સમારંભમાં યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પોના અધિકારીશ્રીઓ ડો. એમ. એમ. ત્રિવેદી, ડો. એસ. કે. ભાવસાર, ડો. કે. કે. હડિયા, ડો. બી. એન. પટેલ અને ડો. આર. જી. શાહે પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ ચિંતન શિબિરની શરૂઆતમાં આ કેન્દ્રના પટાંગણમાં ભારતીય સંસ્કૃતિના તેમજ સ્વધર્મ રક્ષણ માટે બલિદાન દેનાર અને સર્વે આદિવાસી લોકોના ભગવાન સમાન એવા ભગવાન શ્રી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી કુંવરજી હળપતિની વિશેષ ઉપસ્થિતિમાં કુલપતિશ્રી, ડો. પી. એચ. ટાંકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિમાના દાતા શ્રી નિખિલભાઈ તથા કામધેનુ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં હર્ષો ઉલ્લાસ સાથે પુષ્પ વર્ષાથી કરવામાં આવ્યું હતું.આ ચિંતન શિબિર માટે અથાઘ પ્રયત્નશીલ એવા સહ કન્વીનર અને ઉકાઈ કેન્દ્રના વડા ડો. સ્મિત લેન્ડે દ્વારા તમામ મેહમાનો માટે લાગણી સભર વાણીથી આભાર વ્યક્ત કર્યો હતો.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245