તાપી જિલ્લો સહીત રાજ્યમાં સાયબર ફ્રોડના કેસમાં ચિંતાજનક વધારો થયો છે જેનો શિકાર અનેક નાગરિકો બની રહયા છે સાયબર ફ્રોડમાં વર્ષે દહાડે લોકો લાખો-કરોડો રૂપિયા ગુમાવે છે. સાયબર ફ્રોડ અટકાવવા માટે કેન્દ્ર- રાજય સરકાર તથા સંબંધિત તમામ સંસ્થાઓ, એજન્સીઓ લોકજાગૃતિ અર્થે અનેક પ્રકારની જાહેરાતો કરે છે. અખબારો, ટી.વી. ચેનલોમાં તો સાયબર ફ્રોડના કિસ્સાઓને ઉજાગર કરવામાં આવે છે. પોલીસ વિભાગ તરફથી અનેક વખત લોકોને ચેતવવામાં આવે છે. જણાવવામાં આવે છે કે સાયબર ફ્રોડના કિસ્સામાં તરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવે. આર.બી.આઈ તરફથી તો અનેકો વખત ગાઈડલાઈન જાહેર કરાય છે. સાયબર ફ્રોડને અટકાવવા નાગરિકોને અનેક સલાહ-સૂચનો તથા માર્ગદર્શન અપાય છે. તેમછતાં તાપી જિલ્લામાં ઓનલાઈન ફોર્ડની સંખ્યામાં ચિંતા જનક વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં ઓનલાઈન ફોર્ડના વધુ ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
સોનગઢના હિંદલા ગામના યુવકને ઇન્સ્ટાગ્રામ પર નોકરી શોધવી ભારે પડ્યું : રૂ.૬૯ હજાર ગુમાવ્યા
સોનગઢ તાલુકાના હિંદલા ગામના નિશાળ ફળીયામાં કુટુંબ પરિવાર સાથે રહેતો ૧૯ વર્ષીય અમિતભાઇ નસીબચંદ કમલાશંકર દુબે સોનગઢ ખાતે આવેલ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં SYBA માં અભ્યાસ કરે છે, અમિત દુબે ના જણાવ્યા અનુસાર ગઈ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ ઈસ્ટ્રાગ્રામ એકાઉન્ટ ઉપર રીલ જોતો હતો, જેમા ભારતીય રેલ્વે દ્રારા ભરતી પડેલ છે. તેની એડ હોય અને તેમાં નિતીન કુમાર રેલ્વે જોઈનિંગ અધિકારી નાઓનો મોબાઇલ હોય જેમા ડોક્યુમેન્ટ વોટ્સઅપ ઉપર મોકલવા જણાવેલ હતુ, જેથી આ નંબર ઉપર મેસેજ કરતા જેમા રેલ્વેમાં નજીકના રેલ્વે-સ્ટેશન ઉપર નોકરી મળી જશે અને પગાર-૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦/- સુધીનો મળશે, જેમાં ફોર્મના રૂપિયા-૭૫૦/-ભરવાના રહેશે. તેવો વોટસઅપ ઉપર મેસેજ આવેલ અને તે પછી ફોર્મ માટેની ફી ના રૂપિયા ૭૫૦/- ભરવા સારૂ સ્કેનર મોકલેલ જેમાં મે મારા મોબાઈલના ગુગલ-પે મારફતે નાખેલ અને ડોક્યુમેન્ટ મોકલી આપેલ હતા, અને તે પછી મેસેજથી અમિતનું આઈકાર્ડ બનાવીને મોકલી આપેલ હતુ. તે પછી અમિતના મોબાઇલ ઉપર તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ફરીથી ફોન આવેલ અને જેમાં એક વ્યક્તિ હિન્દિ ભાષામાં જણાવેલ કે, દિલ્હી ઓફીસ માથી બોલુ છું. અને તેમને રેલ્વેમાં નોકરી મળી ગયેલ છે. તમારે જી.એસ.ટી. ચાર્જ રૂપિયા. ૧૧૮૫૩/- ભરવા પડશે જેથી ૧૧,૮૫૩/- રૂપિયા પેટીએમ દ્રારા નાખી લીધેલ હતા. તે પછી રેલ્વે ભરતીના ફોર્મના મળી અલગ-અલગ રીતે કુલ રૂપિયા કુલ્લે ૭૦,૩૯૮/- રૂપિયા ટ્રાન્સફર કરાવી લઇ અજાણ્યા ભેજાબાજે છેતરપીંડી કરી હતી.
ઇન્ટાગ્રામ પરથી BG MI ગેમની ID ખરીદવા જતા સોનગઢના ઘોડાગામના યુવકે ૨૩ હજાર ગુમાવ્યા
સોનગઢના ઘોડા ગામના પટેલ ફળીયામાં રહેતા રાહુલભાઈ ગમાજીભાઈ ગામીત, કુટુંબ પરીવાર સાથે રહે છે અને ખેતી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત તારીખ ૨૩/૦૮/૨૦૨૫ ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્ટાગ્રામ ઉપર એક અપલોડ કરેલ રીલ્સ (વિડીયો) જોઈ રહ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, BGMi ગેમની ID ખરીદવી હોય તો કેપ્શનમાં આપેલ લીંક ઉપર કલીંક કરી વોટ્સએપ ગૃપમાં જોડાઓ જેથી રાહુલભાઈ ગામીતે લીંક ઉપર કલીક કરી વોટ્સએપ ગૃપમાં જોડાયેલ હતો.દરમિયાન રાહુલના વોટ્સએપ ઉપર અજાણ્યા ભેજાબાજે મોબાઇલ નંબરથી મેસેજ તથા વોઇસ કોલ કરી BG MI ગેમની ID ખરીદવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ BG Mi ગેમની ID ખરીદવા QR કોડ મોકલી ચાર્જ પેટે અલગ અલગ ટ્રાન્ઝેકશન કરાવી કુલ્લે રૂપિયા ૨૩૧૮૦/- ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ ફરીયાદી રાહુલને જણાવેલ કે, તમારા રૂપિયા રીફંડ થઈ જશે પરંતુ તમારે ફરીથી રૂ.૧૩,૬૪૦/-નું પેમેંટ કરવું પડશે તેમ જણાવેલ હતું પરંતુ તેને પેમેન્ટ કર્યું નહતું. બનાવ અંગે રાહુલ ગામીતે સાયબર ક્રાઈમની હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફોન કરી ફરીયાદ નોંધાવેલ હતી.
વાલોડના મોરદેવી ગામનો યુવક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યો : ભેજાબાજે ઇન્સ્ટાગ્રામ થકી જોબ આપવાના નામે ૪૮ હજારથી વધુ પડાવી લીધા
વાલોડના મોરદેવી ગામના ગામતળ ફળીયામાં રહેતો ૨૧ વર્ષીય યુવક જેમીન તુષારકુમાર પ્રજાપતિ કુટુંબ પરિવાર સાથે રહે છે, અને કમ્પ્યુટર સાયન્સ અને એન્જીનિયરીંગનો તાજપોર બારડોલી ખાતે અભ્યાસ પુર્ણ કર્યો છે, જેમીન પ્રજાપતિ ગઈ તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ મોબાઈલ ફોનમા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની ટાઇમ લાઇન ઉપર રીલ જોઈ રહ્યો હતો તે વખતે સ્ક્રીન ઉપર ડેટા એન્ટ્રી જોબ માટેની Ritika Sing પ્રોફાઈલ વાળી રીલ આવેલ જેથી પ્રોફાઈલ ખોલેલ અને જોબની જરૂર હોય Ritika Sing ના ઈન્સ્ટાગ્રામ ઉપર HI લખીને મેસેજ કરેલ હતો. મહિલા આરોપીએ Ritika Sing નામની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ થકી ઓનલાઇન જોબ આપવાના નામે રજીસ્ટ્રેશન ફી, એકટીવેશન ફી, સેવીંગ એકાઉન્ટને કરંટ એકાઉન્ટમાં ટ્રાંસ્ફર કરવાની ફી, કન્ઝરવેશન ફી, સેલેરી એકાઉન્ટ કરવાની ફી, જી.એસ.ટી. પ્રોસેસ ફી, જી.એસ.ટી. બેલેન્સ ફી, એગ્રીમેન્ટ ફી એમ કુલ્લે રૂ.૪૮,૬૪૧/- જેટલા ગુગલ પે એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર કરાવડાવી લઈ પૈસા રીફંડ નહી કરી જોબ આપવાના નામે જેમીન તુષારકુમાર પ્રજાપતિ સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. જેમીન પોતે ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યો હોવાનું જાણી જતા તાત્કાલિક સાયબર ક્રાઈમ ટોલ ફ્રી નંબર ૧૯૩૦ ઉપર કોલ કરી ફરિયાદ આપી હતી. આ બનાવ અંગે વાલોડ પોલીસે ૨૮મી નારોજ બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243