કામધેનુ યુનિવર્સીટીના સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર ઉકાઈ કેન્દ્ર ખાતે તા. ૨૨ થી ૨૩ ઓગષ્ટ, ૨૦૨૫ દરમિયાન “માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો” વિષય પર બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમ્યાન તાલીમ સહાયક રિતિક ટંડેલ, રાહેલ ગામીત તથા તેમની ટીમ દ્વારા માછલીઓ માંથી બનતી વિવિધ વાનગીઓ અને મૂલ્યવર્ધિત બનાવટોની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી.આ તાલીમમાં નર્મદા જિલ્લાના માછીમાર સમાજના આશરે ૩૦ જેટલા ભાઈ-બહેનો જોડાયા હતા. આદિવાસી વિસ્તારમાં રોજગારની દિશામાં માછલીઓ માથી બનતી મૂલ્યવર્ધિત બનાવટોની જાણકારી ભવિષ્યમાં વ્યાવસાયિક રીતે લાભદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243