સોનગઢના મોટીખેરવાણ ગામમાં ભાભીને દિયરે ઘર નજીક કચરો નાંખવાની મનાઈ કરતા જ ઉશ્કેરાયેલા મામલામાં ભાભીએ દિયરને લોખંડના સળિયાથી માર મારી તથા મોટા ભાઈએ પણ ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે થઇ છે.
માધ્યમો દ્વારા મળતી વિગતો પ્રમાણે સોનગઢ તાલુકાના મોટીખેરવાણ ગામના રહીશ સુનિલભાઈ વસનજીભાઈ ગામીતના ઘર નજીક કરેલી તારના વાડ પાસે આવી તા.૧૩ ઓગસ્ટના રોજ તેમના મોટા ભાભી પ્રીતિબેન સંજયભાઈ ગામીત કચરો નાંખતા હતા, જેઓને સુનિલભાઈએ કહ્યું કે અહીં આગળ કચરો નાંખી ગંદકી કરશો નહીં તેથી ઉશ્કેરાઈ ગયેલી ભાભીએ તારે જે કરવું હોઈ તે કરી લે પણ કચરો તો હું અહીં જ નાંખીશ અને હું તને મારો પાવર બતાવું છું કહીને ગાળાગાળી કરી તથા લોખંડના સળિયાથી દિયર સુનિલભાઈને કાન પાસે મારી દેતા તેમજ તે દરમિયાન મોટાભાઈ સંજય વસનજીભાઈ ગામીતે પણ નાનાભાઈ સુનિલને પકડીને છૂટા હાથ અને પગ વડે માર માર્યો હતો. સુનિલભાઈને છોડાવવા વચ્ચે પડેલ તેમના દીકરા આર્યનને પણ માર મારવા લાગ્યા હતા. આખરે સુનિલભાઈના પત્ની વચ્ચે પડી વધુ મારથી બચાવેલ હતા. મોટા ભાઈ તથા ભાભીએ માર મારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248