વ્યારાના દક્ષિણાપથથી આવતો અને ભાટપુર ગામ તરફ જતા રસ્તાના ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કલેકટર ઓફિસના રજીસ્ટ્રી શાખામાં ફરજ બજાવતો કરાર આધારિત કર્મચારીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે વ્યારાના ગોલવાડ એમ.બી. મસાલાની બાજુમાં રહેતા અને કલેકટર ઓફિસના રજીસ્ટ્રી શાખામાં ફરજ બજાવતો કરાર આધારિત કર્મચારી યજ્ઞેશભાઇ મહેશભાઈ રાણાએ પોલીસ મથકે નોધાવેલી ફરિયાદ અનુસાર તા.૧૨/૦૮/૨૦૨૫ નારોજ સાંજના આસરે સાતેક વાગ્યાના સુમારે ઓફિસથી મોટર સાયકલ નંબર જીજે/૨૬/જે/૮૬૬૭ લઈ પાનવાડી નહેરના રસ્તે મિશન નાકા ખાતે આવેલ જીઓના પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા જતો હતો ત્યારે દક્ષિણાપથથી આવતો અને ભાટપુર ગામ તરફ જતા રસ્તાના ચોકડી પાસે પોહચતા એક અજાણ્યા મોટર સાયકલ ચાલકના ચાલકે મોટર સાયકલ સાથે અથડાવી અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં યજ્ઞેશભાઇ રાણાને શરીરે જમણા હાથના કોણીના ભાગે ઇજા તથા જમણા પગના થાપાના ભાગે ફેક્ચર તેમજ શરીરે નાની-મોટી ઈજા પહોચાડી અજાણ્યો મોટર સાયકલ ચાલક સ્થળ પરથી ભાગી છુટ્યો હતો. બનાવ અંગે યજ્ઞેશભાઇની ફરિયાદની આધારે વ્યારા પોલીસ મથકે અજાણ્યા મોટર સાયકલ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249