વ્યારાના મગરકુઈ ગામે ફરતી અને ભૂલી પડેલી એક અજાણી મહિલાને તાપી જિલ્લાની 181 અભયમ મહિલા ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાની 181 અભયમ મહિલા ટીમ દ્વારા મળેલ માહિતી પ્રમાણે તા.૧૦મી ઓગસ્ટ નારોજ વ્યારા તાલુકાના મગરકુઇ ગામના સરપંચશ્રી દ્વારા 181 હેલ્પલાઇન પર કોલ કરી જણાવવામાં આવેલ કે તેમના ગામમાં એક અજાણ્યા મહિલા છેલ્લા ચારેક કલાકથી ફરે છે અને બધાના ઘરમાં ઘૂસી જાય છે તેમજ હાલ વરસાદની મોસમ છે અને રાત્રીનો સમય છે જેથી મહિલાની મદદ માટે 181 પર કોલ કર્યો હતો. કોલ મળતા જ 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હકીકત જાણી તો તેમણે જણાવેલ કે તેમના ગામમાં એક વૃદ્ધ મહિલા ભૂલા પડ્યા છે જે પોતાનું નામ જણાવે છે અને સુરત જિલ્લાના માંડવી તાલુકાનું આમકુટા ગામ જણાવે છે તેમજ બીજા અન્ય અલગ અલગ ગામ કુકરમુન્ડા તેમજ ઉચ્છલ જણાવે છે જેથી સ્થળ પર બેનને મળી તેમના પરિવાર વિશે જાણવા પ્રયત્ન કર્યો તો તેમણે નામ જણાવેલ તેમજ એક દીકરો છે એમ જણાવેલ છે તેઓ મગરકુઇ ગામમાં સંબંધીને ત્યાં આવ્યા છે એમ જણાવેલ પરંતુ સંબંધીનું નામ તેમને યાદ નથી અને તેઓને યાદ ન હોવાથી ગામ અને સરનામું જાણવા પ્રયત્નો કર્યા પરંતુ ચોક્કસ ગામનું નામ ન જણાતા હોવાથી રાત્રીનો સમય હોવાથી ભૂલા પડેલ મહિલાને તાપી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો,જોકે આ મામલે આગળની વધુ કાર્યવાહી સખી વન સ્ટોપ દ્વારા કરવામાં આવશે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243