તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલવાવ ગામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે પૂર્વ સંધ્યાએ જિલ્લા કક્ષાના ભવ્ય લોકડાયરાનું આયોજન જિલ્લા માહિતી કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની યોજનાઓનો બહોળો પ્રચાર-પ્રસાર, સ્થાનિક કલાકારો પોતાની પરંપરાગત કલાઓના માધ્યમથી રજુ કરે એવા શુભ આશયથી જિલ્લા માહિતી કચેરી,વ્યારા પુરસ્કૃત લોકડાયરો યોજાયો હતો. શિવા આર્ટીસ્ટ એન્ડ ગ્રાફિક્સ,મું.લીમડદાના કલાવૃંદે લોકડાયરાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગાયક કલાકાર શંકરભાઈ ચૌધરી,તબલાવાદક અક્ષય પટેલ,બેન્જોવાદક સાગર પટેલ,ઓકટોપેડ અંકુર ચૌધરી,સાઉન્ડ ઓપરેટર નિતેશ ચૌધરી,મંજીરાવાદક હિમેશ પટેલ અને અંકિત પટેલે લોકડાયરાની રમઝટ બોલાવી હતી. ઉપસ્થિત દર્શકોને માહિતી કચેરી દ્વારા યોજનાકીય સાહિત્ય વિતરણ કરાયું હતું.
Latest News
Latest news tapi : ચિખલવાવ ગામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે માહિતી કચેરી દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243