વ્યારાના મગરકુઈ ગામમાં ગ્રામપંચાયતની મંજુરી વગર જ વીજગ્રાહકોને સ્માર્ટ મીટર ફાળવી દઇ જુના મીટરો કાઢી જવામાં આવ્યા છે. આ સ્માર્ટ મીટરને કાઢી જેના બદલામાં જુના જ મીટર ફીટ કરવામાં ન આવે તો ગ્રામજનો ટુંક સમયમાં ઉગ્ર દેખાવો કરશેની ચીમકી સાથે નાયબ ઇજનેર કપુરા શાખાને લેખિત રજૂઆત ગ્રામપંચાયતે કરી છે.
તાપી જિલ્લામાં વીજગ્રાહકોની જાણ વિના જ મીટર ફીટ કરવામાં આવી રહ્યા હોવા મુદ્દે વ્યારા તાલુકાના મગરકુઈ ગામમાં ઉગ્ર વિરોધ રહીશોએ વ્યક્ત કર્યો છે. ગ્રામ પંચાયતમગરકુઇના સરપંચ દ્વારા ગ્રામજનોના હિતાર્થે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કપુરા શાખા ખાતે નાયબ ઈજનેરને લેખિત રજુઆતા કરતા જણાવ્યું છે કે, મગરકુઈ ગ્રામ પંચાયતની મંજુરી વગર કે ગ્રામસભાની મંજુરી વગર અથવા સરપંચની લેખિત મંજૂરી વગર જીઇબી દ્વારા ગામમાં જેટલા પણ સ્માર્ટ મીટર મુકવામાં આવ્યા છે, જે તાત્કાલિક ધોરણે કાઢી લેવામાં આવે અને જે ગ્રાહકોના જુના મીટરો કાઢી જવામાં આવ્યા છે તે મીટર નંબર સાથે જુના મીટર જ ગોઠવવામાં આવે તેવી માંગણી છે. ગ્રાહકના જુના મીટર ૧૦ થી ૧૨ દિવસમાં ફરીથી મુકવામાં ન આવે તો ગ્રામજનો ઉગ્ર દેખાવો કરશે જેની જવાબદારી જીઇબીની રહેશેની ચીમકી ઉચ્ચારી છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245