તાપી જિલ્લામાં વરસાદ વરસતા નદીઓ,નાળાઓ અને ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. તારીખ 07/07/2025 સોમવાર નારોજ રાત્રે 10 કલાકે ઉકાઈ ડેમમાં 12768 ક્યુસેક નવા નીરની આવક થતા ઉકાઈ ડેમની જળ સપાટી વધી છે. હાલ ડેમની સપાટી 322.19 ફૂટે પહોંચી છે.
નોંધનીય છે કે ડેમની સંપૂર્ણ ભરાવ ક્ષમતા 345 ફૂટ જેટલી છે. એટલે કે હાલ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતાના તુલનાએ લગભગ 23 ફૂટ નીચા સ્તરે છે. આ વર્ષે વરસાદ સારો પડી રહ્યો હોવાથી આગામી દિવસોમાં આ જળસપાટી વધુ વધી શકે તેવી શક્યતા છે. ઉકાઈ ડેમમાં 12768 ક્યુસેક નવા નીરની આવક થતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં ધીમેધીમે વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 322.19 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક થતા આગામી દિવસોમાં ડેમ સંપૂર્ણ ભરાય જશે. જેને લઈને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકોને સિંચાઈ, ખેતી પીવાના પાણી એને ઉધોગો માટે પૂરતો પાણીનો જથ્થો મળી રહશે.
