રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર તાપી જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી માટે તા. ૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન યોજાવાનું નિર્ધારિત થયેલ છે અને તા. ૨૫/૦૬/૨૦૨૫ના રોજ મતગણતરી થવાની છે. ચૂંટણી પ્રક્રિયાની શાંતિપૂર્ણ અને નિયમીત કામગીરી સુનિશ્ચિત કરવા નીચે મુજબની નિયંત્રણગત જોગવાઈ જાહેર કરવામાં આવે છે.
જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડને મળેલ સત્તાની રૂએ મતદાન દિવસે એટલે કે તા. ૨૨/૦૬/૨૦૨૫ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે નિર્ધારિત મતદાન મથકની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં અને મતગણતરીના દિવસે તા. ૨૫/૦૬/૨૦૨૫ના રોજ મતગણતરી કેન્દ્રના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ પાસે સેલ્યુલર ફોન, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે રાખવા અથવા તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245