વાલોડનાં લિજજત ચોકડી મસ્જીદ પાસે વાલોડ બારડોલી રોડ ઉપર સિમેન્ટના પાઇપનાં ભુંગડા સાથે બાઈક અથડાઈ જતાં બાઈક સવાર ત્રણેય યુવકને શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડનાં રાનવેરી ગામનાં ચાલી ફળિયામાં રહેતા રોહીતભાઈ મનિષભાઈ ચૌધરી અને સુજલ સંજયભાઈ ચૌધરી નાઓ આશિષકુમાર મહેશભાઈ ગામીતની બાઈક નંબર જીજે/૨૬/એડી/૩૨૯૦ ઉપર વાલોડથી દોડીયા ફળીયા જતા હતા. તે દરમ્યાન તારીખ ૧૩/૦૬/૨૦૨૫ નાંરોજ વાલોડ લીજ્જત ચોકડી મસ્જીડ પાસે આવતા કોન્ટ્રાક્ટર મયુરભાઇએ રોડનું કામ ચાલતુ હોય તે દરમિયાન સિમેન્ટના પાઇપનાં ભુંગડા બેદરકારી પુર્વક રોડ ઉપર મુક્યા હતા જેથી આવતા જતા રાહદારીઓને દેખાય તે રીતે રોડ ઉપર રિફ્લેક્ટર કે પછી ડાયવર્ઝનનાં સાઇન બોર્ડ પણ મુક્યા ન હતા. જેથી રોહીતભાઈ, સુજલ અને આશિષકુમારની બાઈક સિમેન્ટના પાઇપનાં ભુંગડા સાથે અથડાઈ ગઈ હતી જેથી રોહીતભાઈ અને સુજલને શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી તેમજ બાઈક ચાલક આશિષને પગનાં ભાગે ફેક્ચર થયું હતું. બનાવ અંગે રોહીતભાઈ ચૌધરી નાંએ કોન્ટ્રાક્ટર મયુરભાઇએ સામે તારીખ ૧૬/૦૬/૨૦૨૫ નાંરોજ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245