Explore

Search

December 28, 2025 2:48 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi: ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ-હોર્ડિંગ્ઝ-બેનર લગાવી શકાશે નહિ

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર તાપી જિલ્લાની કુલ-૯૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી યોજાનાર છે.જેનુ મતદાન તા.૨૨/૬/૨૦૨૫ અને મતગણરી તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ થનાર છે.

તાપી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાનમ આચારસહિંતાનો અમલ થાય તે માટે તાપી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ દ્વારા તેમને મળેલ સત્તાની રૂઇએ ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કોઈપણ વ્યકિત, સંસ્થા કે મંડળી કે રાજકીય પક્ષ, બિનરાજકીય પક્ષ તથા અર્ધરાજકીય પક્ષ કે તેના ઉમેદવારોને આગામી ૨૭/૦૬/૨૦૨૫ સુધી નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામા મુજબ ચૂંટણી લડતા ઉમેદવારોએ અથવા રાજકીય પક્ષો દ્વારા વિશાળ કટ આઉટ, જાહેરાતના પાટીયા, બેનરો હોડિંગ્સ વિગેરે કોઇપણ જાહેર સ્થળોએ મુકવા નહિ. જો કટઆઉટ/હોડિંગ્સ વિગેરે ખાનગી માલીકીની જગ્યામાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગીથી મુકવામાં આવે તો નીચે દર્શાવેલ તમામ શરતોનું પાલન થવું જોઈએ.હોડીંગ્સની સાઈઝ ૧૫ ફુટ X ૮ ફુટથી વધારે હોવી જોઈએ નહી,કટઆઉટની ઉંચાઈ ૮ ફુટથી વધવી જોઈએ નહી, કટઆઉટ, જાહેરાત, પાટીયા, બેનરો વિગેરે કોઈ સ્થળે મુકતા પહેલાં તે અંગેની જાણ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરને તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે.કટઆઉટ, હોર્ડીંગ્સ, બેનર વિગેરે કોઈપણ જાહેર જગ્યાએ મુકી શકાશે નહિ એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિગેરે હસ્તકની જાહેર જગ્યાએ. (આવી જગ્યા કે મિલકત ભાડે આપી હશે તો પણ) મુકી શકાશે નહિ.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 2 5 0
Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250