સોનગઢનાં કિકાકુઈ ગામનાં ડુંગરી ફળિયામાં આંબાના ઝાડ નીચે ખુલ્લામાં નીચે બેસી ગોળ કુંડાળું કરી ગંજીપાના વતી પૈસા વતી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૨/૦૬/૨૦૨૫ નાંરોક પેટ્રોલીગમાં નીકળ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, કિકાકુઈ ગામના ડુંગરી ફળિયામાં આંબાના ઝાડ નીચે ખુલ્લામાં કેટલાક ઈસમો નીચે બેસી ગોળ કુંડાળું કરી ગંજીપાના વતી પૈસા વતી હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચતા આંબાના ઝાડ નીચે ખુલ્લામાં નીચે બેસી ગોળ કુંડાળું કરી ગંજીપાના વતી પૈસા વતી હારજીતનો જુગાર રમતા અંકુર વિનોદભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, દક્ષિણ ફળિયું, સોનગઢ), જયા લીમજીભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ), કલ્પેશ વીરસીંગભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ), સુનીલ હરજીભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ) અને સુલેમાન રમેશભાઈ ગામીત (રહે.કિકાકુઈ ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ)નાંઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો સહીતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248