સોનગઢનાં ખરસી ગામનાં બંધારપાડાથી સોનગઢ તરફ ખરશી ગામની સીમમાં રોડ ઉપરથી પસાર થતા રોડ ઉપર પડેલ રેતીમાં બાઈક સ્લીપ થઈ જતાં બાઈક પર સવાર એક શખ્સનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જયારે બાઈક ચાલક સહીત બે જણાને પણ ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ધમોડી ગામમાં રહેતા દિપેશ સુમનભાઈ ગામીતએ ગત તારીખ ૧૫/૦૫/૨૦૨૫ નાંરોજ પલ્સર બાઈક નંબર જીજે/૨૬/એએચ/૨૩૨૯ને લઈ ખરસી ગામનાં બંધારપાડાથી સોનગઢ તરફ ખરશી ગામની સીમમાં રોડ ઉપરથી પસાર થતા હતા. તે સમયે રોડ ઉપર પડેલ રેતીમાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી જેથી બાઈકની પાછળ બેસેલ ચંદુભાઈ કાંતીલાલભાઈ ગામીત (રહે.ધમોડી ગામ, દાદરી ફળિયું, સોનગઢ) અને સુનિલભાઈ જીવણભાઈ ગામીત નાંઓ સાથે રોડની બાજુમાં આવેલ ખાડામાં બાઈક સાથે પડી ગયા હતા. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક દીપેશભાઈના માથામાં પાછળનાં ભાગે તથા શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તેમજ સુનિલભાઈ ગામીતને માથામાં તથા ડાબા હાથે તથા પીઠ ઉપર ઈજાઓ પહોંચી હતી તથા ચંદુભાઈ ગામીત નાંઓને બંને હાથમાં તથા ગળાનાં પાછળનાં ભાગે મુઢ ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર દરમિયાન સુરત સ્મિમેર હોસ્પીટલમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતક ચંદુભાઈ ગામીતની દીકરી એલીષાબેન ગામીતએ બાઈક ચાલક દીપેશ ગામીત વિરુદ્ધ તારીખ ૦૫/૦૬/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249