ડોલવણનાં બાગલપુર ગામનાં નિશાળ ફળિયામાંથી વેચાણ અર્થે સંતાડી રાખેલ રૂપિયા ૪૨ હજારથી વધુનો ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જયારે આ કામે પોલીસે બે ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૫/૦૬/૨૦૨૫ નારોજ ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અને અગાઉ પણ પ્રોહી. ગુન્હામાં પકડાયેલ માનસિંગ કાંતુભાઈ ગામીત (રહે.બાગલપુર ગામ, નિશાળ ફળિયુ, ડોલવણ)એ પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લી પજારીમાં ખૂણામાં મોટા પ્રમાણમાં પ્રોહી. જથ્થો વેચાણ અર્થે લાવી સંતાડી મુકેલ છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં ધર્મેશ ધીરાજીભાઈ રાણા (રહે.બાગલપુર ગામ, નિશાળ ફળિયુ, ડોલવણ) હાજર હતો જોકે પોલીસે તેને ઓળખી જતા પોલીસે બુમ પાડવા છતાં સ્થળ પરથી ઘરની પાછળનાં ભાગેથી ભાગી છૂટ્યો હતો તેમજ માનસિંગ કાંતુભાઈ ગામીતની શોધખોળ કરવા છતાં સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો. ત્યારબાદ પોલીસે ઘરની પાછળનાં ભાગે તપાસ હાથ ધરતા પ્લાસ્ટિકની કોથળીઓમાં તેમજ ખાખી કલરનાં બોક્ષમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કૂલ ૩૬૬ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૪૨,૪૮૫/- હતી. બનાવ અંગે પોલીસે સ્થળ પરથી ભાગી છુટેલ ધર્મેશ રાણા અને માનસિંગ ગામીત વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249