Explore

Search

December 27, 2025 10:22 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : પરણિત મહિલા સાથે લાખો રૂપિયાની ઠગાઈ

વ્યારા ખાતેનાં શાકભાજી માર્કેટમાં વાડીવાલા કોમ્પ્લેક્સમાં રહેતા અને પ્લમ્બરનું કામ કરતા સુધાકરભાઈ બિરંચીભાઈ નાયકને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો પૈકી ૧૪ વર્ષની નાની દીકરી જૈનીશા ટીવી ચેનલ, વેબસીરીઝ તેમજ યૂટ્યુબ પર શોર્ટ મુવીમાં કામ કર્યું છે. પત્ની સોનિકાબેન નાયક ગત તારીખ ૧૮ડિસેમ્બર ૨૦૨૩ નારોજ ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ જોતા હતા. તે સમયે સુરેશકુમાર કાસ્ટીંગ નામની IDનાં  કોડ રેડ, રોલ રિકવાયરમેન્ટ કાસ્ટીંગ નામથી જાહેરાત આવી હતી. જેમાં સુપરસ્ટાર રજનીકાંતનાં મુવીમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ લેવાની હોય તેના દીકરીનાં ઓડિશન માટે આપેલા વોટ્સએપ નંબર કોન્ટેક્ટ કર્યો હતો. જેમાં રોલ માટે ફોર્મ ભરતાં સુરેશકુમાર નામનાં શખ્સે વધુ માહિતી મોકલવા બીજો વોટ્સએપ નંબર આપ્યો હતો. જે મોકલ્યા બાદ સામેવાળાએ દીકરી જૈનીશા રજનીકાન્તની દક્ષિણની ફિલ્મ થલાઈવામાં સિલેક્ટ થઈ ગઈ છે તે માટે આર્ટિસ્ટ કાર્ડ બનાવવા સુરેશે ઓનલાઈન રૂપિયા૧૨,૬૫૦ ભરાવ્યા હતા.

ત્યારબાદ તમારું પેમેન્ટ રૂપિયા ૯,૨૩,૦૦૦/- છે અને એગ્રીમેન્ટ પર સહી-સિક્કા કરવા તેના ૩ ટકા લેખે રૂપિયા ૨૭,૬૯૦ સોનિકાબેને સ્કેનરથી મોકલ્યા હતા. ત્યારબાદ ચેન્નાઈ અને મલેશિયામાં શૂટિંગ કરવાનું હોય પ્રોડ્યુસર ટિકીટની વ્યવસ્થા કરી આપશે. પરંતુ સાથે વાલીએ પણ રહેવું પડશે. જેથી સુરેશ નામના ભેજાબાજે બનાવટી કોન્ટ્રાક્ટ, કોર્ટના ખોટા સ્ટેમ્પ ડ્યુટી લેટરો અને વિમાનની ટિકીટ પણ મોકલી હતી.

માતા-પિતાને સાથે લઇ જવા બે ટિકીટ માટે રૂપિયા ૨,૭૨,૭૧૪/- મોકલ્યા હતા. ભેજાબાજે ફિલ્મ સેન્સર કાર્ડ માટે પણ રૂપિયા ૩૫,૦૦૦ ભર્યા હતા. ત્યારબાદ ઠગ સુરેશે હાથ પર બીજો પ્રોજેક્ટ છે. જેમાં તમારી દીકરી માટે રોલ છે. સામેથી ઓફર આવી છે, ના કહેશો તો, મારુ નામ બગડશે અને પ્રોજેક્ટ પણ જતો રહેશે તથા આપણે કોર્ટનાં કોન્ટ્રાક્ટથી બંધાયેલા છે કહી તેઓને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ફરી ફિલ્મ સાઈન માટે સહી-સિક્કા કરવાના નામે ફરી રૂપિયા ૫,૦૦,૦૦૦/- સહિત અન્ય રકમ વસુલાત કરી હતી અને એડવાન્સ પેટે તમારા બેંક એકાઉન્ટમાં ૧૨,૦૦,૦૦૦/- આવી જશે કહી પેમેન્ટ મેળવવા ડિસ્ટર્બ સર્ટિફિકેટના નામે ફરી રૂપિયા ૧,૯૬,૦૦૦ ભર્યા હતા.

બેંકના એકાઉન્ટમાં પેમેન્ટ ન આવતા સોનિકાબેને ફોન કરતા સામેવાળાએ જીએસટીનાં રૂપિયા ૧૨,૦૦,૦૦૦/- આપવા પડશે એમ કહેતા સોનિકાબેન નાયકને લાગ્યું હતું કે તેઓ સાથે ફોર્ડ થઈ રહ્યો છે. જેથી સાઇબર ક્રાઈમમાં ઓનલાઈન અરજી કરી હતી. બનાવ અંગે વ્યારા સાયબર ક્રાઈમ પોલીસ મથકે સોનિકાબેન નાયકની ફરિયાદ લઇ સુરેશકુમાર નામના ઠગ વિરુદ્ધ ફિલ્મમાં ચાઈલ્ડ રોલ અપાવવા વિશ્વાસમાં લઈ બનાવટી કોન્ટ્રાક્ટ તેમજ કોર્ટના ખોટા સ્ટેમ ડ્યૂટી લેટરો, તથા વિમાનની ટિકીટ મોકલી અલગ અલગ રીતે કુલ રૂપિયા ૧૧,૯૪,૦૫૪/-ની ઓનલાઈન ઠગાઈ કર્યાનો ગુનો દાખલ કર્યો હતો.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 5
Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245