ઉચ્છલનાં જામકી ગામની સીમમાં પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે પર અજાણ્યા ઈકો કાર ચાલકે રોડ ક્રોસ કરતા વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ગંભીર ઈજાને કારણે સારવાર દમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સુરત શહેરનાં પાંડેસરાનાં શ્રીરામનગર કર્મયોગી સોસાયટીની બાજુમાં રહેતા જ્ઞાનેશ્વરભાઈ બાપુભાઈ બુવા (ઉ.વ.૬૦)નાંઓ તારીખ ૨૫/૦૫/૨૦૨૫ નાંરોજ જામકી ગામની સીમમાં પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-૫૩ પર રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે એક અજાણ્યા ઈકો કારનાં ચાલકે જ્ઞાનેશ્વરભાઈને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં જ્ઞાનેશ્વરભાઈને માથાના ભાગે, જમણા પગમાં તથા કમરનાં ભાગે ઈજા પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મુકેશભાઈ શાંતાભાઈ માળી (રહે.પાંડેસરા)એ તારીખ ૩૦/૦૫/૨૦૨૫ નાંરોજ અજાણ્યા ઈકો કારનાં ચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245