ડોલવણનાં રાયગઢ ગામનાં નિશાળ ફળિયામાં જાહેર રોડની બાજુમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફનાં માણસોને શનિવારે ખાનગી રહે બાતમી મળી હતી કે, રાયગઢ ગામનાં નિશાળ ફળિયામાં જાહેર રોડની બાજુમાં રાજુ ભાયલુંભાઈ ભોયા (રહે.ખાંભલા ગામ, પટેલ ફળિયું, તા.વાંસદા, જિ.તાપી)નો ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાલી જગ્યા ઉપર પહોંચી ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો રાજુ ભોયાને પકડી પાડી તેની પાસેથી વગર પાસ પરમિટે ખાખી પૂંઠાનાં બોક્ષમાં તેમજ મીણીયા થેલીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની કૂલ ૯૬ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૭,૫૦૦/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248