વ્યારાના સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ મામલે કાર ચાલકને આસપાસના લોકોએ મેથીપાક ચખાડ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જાહેર માર્ગ પર કાર પાર્ક કરવામાં આવી હતી. જેને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એસટી બસ સ્ટેન્ડ નાનું હોવાથી બસની અવરજવરમાં તકલીફ સર્જાઈ થઇ રહી હતી.
આ મુશ્કેલીના કારણે બસનું ટાઇમટેબલ પણ ખોરવાયુ હતુ. અને પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વ્યારાના સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ મામલે બેદરકાર કાર ચાલકને લોકોએ મેથીપાક આપ્યો હતો. બેદરકાર કાર ચાલક રોડ પર કાર પાર્કિંગ કરીને અન્ય સ્થળે જતો રહ્યો હતો. આ કાર પાર્કિંગના કારણે વાહનોની અવરજવર અટકી રહી હતી. અને મુશ્કેલી પેદા થઇ રહી હતી. એસટી બસ સ્ટેન્ડ નાનુ હોવાથી તેના ટાઇમ ટેબલમાં વિઘ્ન પેદા થઇ રહ્યુ હતુ. થોડા સમય બાદ કાર ચાલક આવતા ઉશ્કેરાયેલા લોકોએ તેને મેથીપાક આપ્યો હતો.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245