Explore

Search

February 12, 2026 6:38 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Surat : પાંડેસરા પોલીસે કુટણખાનામાંથી કુલ 7 મહિલાઓને મુક્ત કરાવી, 3 આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતમાં ઘણીવાર ગેરકાયદેસર રીતે મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાનું સામે આવ્યું છે. જે મામલે સુરત પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે સુરતના પાંડેસરામાંથી કૂટણખાનું ઝડપાયું હતું. પાંડેસરા પોલીસે વડોદ ગામના એક આવાસમાંથી કુટણખાનું ઝડપી લીધું હતું. પાંડેસરા પોલીસે કુટણખાનામાંથી કુલ 7 મહિલાઓને મુક્ત કરાવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના પાંડેસરાના વડોદ ગામમાં એક કુટણખાનું ચાલતું હતું. 3 આરોપીઓ દ્વારા કુટણખાનામાં 7 મહિલાઓ પાસેથી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. તેમજ પોલીસની મળેલી બાતમી મુજબ વડોદમાં કુટણખાનું છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું હતું. તેની બાતમી મળી હતી.પાંડેસરા પોલીસ જ્યારે આરોપીઓને પકડવા જતી તેઓ ફરાર થઈ જતા હતા. કારણ કે, વડોદ ગામના આવાસ એક બીજા બિલ્ડીંગથી જોડાયેલા છે.પાંડેસરા પોલીસે ઘરની ઘેરાબંધી કરી કુટણખાણું ઝડપી પાડ્યું હતું. હાલ પોલીસે કુટણખાણું ચલાવતા 4 પૈકી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો એક આરોપીને પાંડેસરા પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી હતી. દેહવ્યાપાર કરાવતા 3 સંચાલકો સહિત 5 ગ્રાહકોની પણ કુટણખાનામાંથી અટકાયત કરવામાં આવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 9 2
Users Today : 6
Users Last 30 days : 1154
Total Users : 13092