હોટેલ મેનેજર કેશરસિંહ ચુડાવતની દિલ્હીગેટની તિરૂપતિ હોટેલમાં રિસેપ્શન પર નોકરી માટે પાંચમી મેએ ધ્રુવ દિલીપ સોમપુરા (રહે. લક્ષ્મીપૂજન એપા.,તાડવાડી)ને નોકરી પર રાખ્યો હતો. ગત ૨૧મી મેએ તેણે બીમારીનું કારણ જણાવી અડધો કલાક વહેલા જવાની અનુમતી માંગી હતી અને સાડા સાત વાગ્યે જ ઘરે જતો રહ્યો હતો. નાઈટ શિફ્ટમાં આવેલા બીજા કર્મચારીને હોટેલના કાઉન્ટરમાં માત્ર ૧૦૦ રૂપિયાની નોટ જ હોઈ મેનેજરને તેડાવ્યા હતા. મેનેજરે સીસીટીવી ચેક કરતાં વહેલો ગયેલો ધ્રુવ સોમપુરા ૯૦ હજારની રોકડ ચોરી ફરાર થઇ ગયો હતો.




Users Today : 6
Users Last 30 days : 1154
Total Users : 13092