Explore

Search

June 15, 2026 3:38 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : હત્યાના બનાવમાં પતિને આજીવન કેદની સજા

તાપીમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીની હત્યાના બનાવમાં પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.તાપી જિલ્લામાં આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ડોલવણ તાલુકાના અંતાપુર ગામમાં કોટવાળીયા પરિવારમાં ઘટના બની હતી. વર્ષ 2025ની બીજી એપ્રિલના રોજ આરોપી શૈલેષ બાબુ કોટવાળીયાએ તેની પત્ની અરુણાબેન દેવજીભાઈ કોટવાળીયા સાથે આડા સંબંધની શંકામાં ઝઘડો કર્યો હતો. પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.જેમાં વિવાદ વધતા આરોપી પતિએ તેની પત્નીના માથે પાવડો મારીને હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી પતિને ઝડપી લીધો હતો. તેની પર વ્યારા સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તો તેની સામે સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સાક્ષી, પુરાવાઓ અને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે ચુકાદો આવતા આરોપી પતિને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 6 4
Users Today : 2
Users Last 30 days : 277
Total Users : 14364