Explore

Search

December 27, 2025 8:54 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી જિલ્લાની પ્રજાએ એસીબીની આ કામગીરીને બિરદાવી : ડોલવણ તાલુકા પંચાયતમાંથી વધુ એક લાંચિયાને ઝડપ્યો

તાપી જિલ્લામાં જુદાજુદા ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સામાન્ય પ્રજાનાં કામો યેનેકેન પ્રકારે ટલ્લે ચઢાવી પ્રજાને હેરાન પરેશાન કરતા હોય છે. આ પ્રકારની હેરાનગતિ જયારે અસહ્ય થઇ જતી હોય છે,કચેરીના ધકકા ખાઈને કંટાળી ગયેલા લોકો એસીબી ડીપાર્ટમેન્ટ ને ચોક્કસપણે યાદ કરતા હોય છે.ત્યારે ફરિયાદ મળતા જ એસીબીની ટીમ લાંચિયાઓને ઝડપી પાડી તેઓના લાલચુ ચહેરા પ્રજાની સામે લાવી બિરદાવા લાયક કામગીરી કરતા હોય છે, હવે એસીબીની આ કામગીરીને તાપી જિલ્લાની પ્રજા પણ ખુબ બિરદાવી રહી છે.

ચાલુ વર્ષનાં ફેબ્રુઆરી માસમાં ડોલવણ તાલુકા પંચાયત કચેરીમાં બિલ પાસ કરવા માટે રૂપિયા ૧૨૦૦૦/-ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડિયાને એસીબી એ ઝડપી પાડયા હતા. તે સમયે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના ૨૦૨૧-૨૨ હેઠળ જાહેર શૌચાલયના તથા આપણો તાલુકો વાઇ બ્રન્ટ તાલુકો ૨૦૨૩-૨૪ યોજના હેઠળ પાણીના કામ કરાવ્યા હતા. જેના નાણાં રૂપિયા ૬,૦૦,૦૦૦/-નું બિલ પાસ કરવા માટે બિલમાં સહી કરવાના અવેજ પેટે આ લાંચિયાએ રૂપિયા ૧૨૦૦૦/-ની માંગણી હતી.આ તાલુકા પંચાયત કચેરીમાં એસીબી દ્વારા કરવામાં આવેલ ટ્રેપ ને હજી ચાર માસ વીત્યા નથી.ત્યાં વધુ એક લાંચિયાને આજરોજ લાંચ સ્વીકારતા તાપી એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. ડોલવણ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખાનો લાંચીયો ટેક્નીકલ આસિસટન્ટ ફતેસિંગભાઇ શાંતુભાઇ ચૌધરી રૂપિયા ૩૫૦૦/- ની લાંચ લેતા પકડાયો છે.

લાભાર્થીને મનરેગા યોજના હેઠળ કૂવો બનાવવા માટે ગ્રામ પંચાયતમાં લાભાર્થીના નામની પસંદગી થયેલ જે ગ્રામ પંચાયત તરફથી લાભાર્થીનો કૂવો બનાવવા માટે અરજી તાલુકા પંચાયતની મનરેગા શાખામાં મોકલવામાં આવી હતી. જેમાં લાભાર્થીનો કૂવો બનાવવા માટે આ ફતેસિંગભાઇ ચૌધરીએ સ્થળ ચકાસણી કરી, એસ્ટીમેન્ટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી, તાંત્રિક તથા વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે રૂપિયા ૩૫૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જી.ઇ.બી. ઓફિસની બાજુના શોપીંગ સેન્ટરમાં આવેલ ક્રિપા ઝેરોક્ષની બહાર આજરોજ એસીબી ગોઠવેલ ટ્રેપમાં આ લાંચિયાને લાંચની રકમ સ્વીકારતા તાપી એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે.

ડીકોય કરનાર : અધિકારી સુ.શ્રી એસ.એચ. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર I/c તાપી એ.સી.બી. પો.સ્ટે., વ્યારા તથા એ.સી.બી. ટીમ

સુપર વિઝન : અધિકારી શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.

 

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 2 4 5
Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245