Explore

Search

December 27, 2025 10:10 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : દુધ ભરેલ ટેન્કર પાછળ ઇક્કો કાર અથડાઈ : એકનું સ્થળ પર મોત

વાલોડનાં બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે પરનાં સુમુલ ડેરી પાસેના ઓવર બ્રીજ પર વ્યારાથી બારડોલી તરફ જતાં ટ્રેક ઉપર દુધ ભરેલ ટેન્કર પાછળ ઇક્કો કાર અથડાઈ જતાં ઈકો કારમાં સવાર એકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જયારે ઈકો કારનો ચાલક સહીત બે જણાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે વાલોડ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સુરતનાં સુમુલ ડેરીનાં કમ્પાઉન્ડનાં સ્ટેશન પાસે એ.કે.રોડ ઉપર રહેતો પુનવાસી શંકર પાલ (ઉ.વ.૪૧., મૂળ રહે.માનાપુર, પો.તા.પીન્ડરા, થાના.વારસણી, યુ.પી)નો તારીખ ૨૭/૦૫/૨૦૨૫ નાંરોજ પોતાના કબજાનુ ટેન્કર નંબર જીજે/૨૧/વી/૯૭૩૫માં દુધ ભરી ખાલી કરવા સુમુલ ડેરી સુરત જવા નીકળ્યો હતો. તે સમયે સવારના પાંચ વાગ્યાનાં અરસામાં બાજીપુરા પાસે નેશનલ હાઈવે નંબર-૫૩ ઉપર સુમુલ ડેરીના બ્રીજ ઉપરથી સુરત તરફ જતો હતો. તે સમયે ઇકો કાર નંબર જીજે/૦૫/આરવાય/૮૪૦૨નો ચાલક રાહુલ માધવલાલ પ્રજાપતિ (રહે.ડીંડોલી, સુરત) એ પોતાના કબજાની ઇક્કો કારને દૂધનાં ટેન્કરનાં પાછળનાં ભાગે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ઇક્કો કાર ટેન્કરનાં પાછળનાં ભાગે ફસી ગઈ હતી જેથી કાર ચાલક રાહુલને જમણા હાથ અને પગમાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ કલીનર સીટ ઉપર બેસેલ જશવત નરસીભાઈ પટેલ (રહે.શિવમ એપાર્ટમેન્ટ, ખટોદરા, સુરત)ને મોઢાનાં ભાગે તથા દાઢીનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું અને ઇક્કો કારમાં પાછળ બેસેલ છગનલાલ પરભુરામ રોહિત (રહે.સુરત)ને પણ શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી. બનાવ અંગે પુનવાસી શંકર પાલએ ઈકો કારનાં ચાલક રાહુલ પ્રજાપતિ વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 5
Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245