નિઝરનાં વાંકા ગામના યુવકે પાર્સલ આવ્યું હોવાથી ઓટીપી આપો કહેનાર અજાણ્યાને ઓટીપી આપી દેતા જેમના ખાતામાંથી રૂપિયા ૭,૫૦૦ જેટલી રકમ ટ્રાન્સફર કરી લઈ ઓનલાઇન છેતરપિંડી કરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં વાંકા ગામમાં રહેતો સાગર વિજયભાઈ પાડવી (ઉ.વ.૨૪)નો મહારાષ્ટ્ર ખાતે રેતીની ગાડીઓની રોયલ્ટી કાઢવાનું કામ કરે છે જેનો નાનો ભાઇ ધનરાજ સાથે જોઈન્ટ એકાઉન્ટ છે. ગત તારીખ ૧૪/૦૫/૨૦૨૫ નાંરોજ ધનરાજના મોબાઈલ ઉપર કોઈ અજાણ્યાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, પાર્સલ આવ્યું છે. જેના માટે તમારા મોબાઇલ ઉપર ઓટીપી આવશે, તે આપવા કહેતા જેણે ભાઈએ કોઈ પાર્સલ મંગાવ્યું હશે માનીને ઓટીપી અજાણ્યાને આપી દીધો હતો. જેથી જોઇન્ટ એકાઉન્ટમાંથી પ્રથમ વખત રૂપિયા ૫,૦૦૦/-, ત્યારબાદ રૂપિયા ૨,૫૦૦/- મળી કુલ રૂપિયા ૭,૫૦૦/- કપાઈ ગયા હતા. જોકે મોટા ભાઈ ઉપર નાણાં કપાયાના મેસેજ પહોંચતા જેણે નાના ભાઈને પૂછપરછ કરતા તુરંત જેઓને હકીકત જણાતા બાકી રહેલી રકમ તાત્કાલિક અન્ય મિત્રનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. બનાવ અંગે સાગર પાડવીએ છેતરપીંડી થયાની ફરિયાદ નિઝર પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ તારીખ ૨૬/૦૫/૨૦૨૫ નાંરોજ કરી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243