Explore

Search

February 11, 2026 9:32 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news Tapi : નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડની અધ્યક્ષતામાં કંટ્રોલ રૂમ સ્ટાફની તાલીમ યોજાઈ

નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ,વ્યારા દ્વારા આયોજિત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ માટેની તાલીમ યોજાઈ હતી.નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરસે અધ્યક્ષ સ્થાનેથી ફરજ સોપાયેલા તમામ કર્મચારીશ્રીઓને ચોમાસા દરમિયાન અચાનક સર્જાતી આપત્તિઓ જેમકે પૂર,વાવાઝોડા,દુષ્કાળ,ઔદ્યોગિક અકસ્માતો, માર્ગ અકસ્માતો જેવી પરિસ્થિતિઓમાં તાત્કાલિક અને અસરકારક કામગીરી માટે જરૂરી માર્ગદર્શન, દિશા સૂચનો આપ્યા હતા.

માનવજીવનના રક્ષણ તથા તાકીદે રાહત કામગીરી માટેની પૂર્વ તૈયારીનો અભિગમ અપનાવવા પર ભાર મૂકાયો હતો.વધુમાં તાપી જિલ્લાના દરેક તાલુકામાં નોંધાતા વરસાદની વિગતો, કંટ્રોલ રૂમની કામગીરી તથા ટોલ ફ્રી નંબર અને હેલ્પલાઇનના ઉપયોગ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.સમગ્ર તાલીમનું સંચાલન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી કે.કે ગામીતે કર્યું હતું.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 8 6
Users Today : 7
Users Last 30 days : 1162
Total Users : 13086