Explore

Search

December 27, 2025 10:16 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news Tapi : ટેમ્પોમાં ટામેટાની આડમાં લાખો રૂપિયાનાં ઇંગ્લિશ દારુના જથ્થા સાથે બે પકડાયા

કુકરમુંડા પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મહિન્દ્રા પીકઅપ ટેમ્પો નંબર એમપી/૧૨/ગીએ/૧૫૮૧નો ચાલક તેના ટેમ્પામાં ટામેટાની આડમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્ર રાજ્યના પ્રકાશા તરફથી પીશાવર તરફ આવનાર છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસોએ પીશાવર પોલીસ ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બાતમીવાળી  મહેન્દ્ર પીકઅપ ટેમ્પો આવતા જોઈ પોલીસે ટેમ્પોને રોકી સાઈડમાં પાર્ક કરાવી હતી અને પોલીસે પીકઅપ ટેમ્પોમાં તપાસ હાથ ધરતા ટેમ્પોમાં સડેલા ટામેટાની કેરેટ નીચે ભારતીય બનાવટનાં અલગ અલગ બ્રાન્ડની ઇંગલિશ દારૂની કૂલ ૨,૫૦૮ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૪,૫૨,૦૭૬/- હતી.

ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, શ્યામલાલ બગદીરામજી ભીલ અને ચાલકની સાથેનાં શખ્સનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ભરત જગનનાથ માલી (બંને રહે.ડુંગલા તાલુકા, જિ.ચિત્તોડગઢ, રાજસ્થાન)ના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભરી આપનાર રાજુ ઉર્ફે નરેશજી મોતી (રહે.ઉદેપુર)ને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પીકઅપ ટેમ્પો જેની કિંમત રૂપિયા ૫ લાખ, બે નંગ મોબાઈલ પ્લાસ્ટિકની કેરેટ 17 નંગ અને ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૪,૫૨,૦૭૬/- મળી કૂલ રૂપિયા ૯,૫૭,૫૭૬/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો, જયારે એકને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 2 4 5
Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245