Explore

Search

February 12, 2026 7:34 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi: વ્યારા નગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઇન રોડબજાર થઇ જવાહર ચોકપોલીસ ગેટ સુધી તથા જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ઘણી મુશ્કેલીઓ પડે છે.

ફાઈલ ફોટો

આ સમય દરમિયાન ઉપરોકત વિસ્તારમાં માલવાહક ભારે વાહનોનો પ્રવેશ થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે. પરિણામે જાહેરજનતાને અવર-જવર કરવામાં પણ હાડમારી વેઠવી પડે છે. જે ને લઇ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ જાહેરનામું બહાર પાડી વ્યારા નગરના જુના બસસ્ટેન્ડ થી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી અને જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં દરરોજ સવારે ૦૮:૦૦ કલાકથી સાંજે ૨૦:૦૦ કલાક સુધીના સમય દરમિયાન માલ વાહતુક, ટ્રાન્સપોર્ટના ભારે વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ટ્રેકટર કે અન્ય મોટા વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવશ્યક સેવાના વાહનો, ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોની અવર જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ જાહેરનામું તા.૧૭.૦૭.૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 9 2
Users Today : 6
Users Last 30 days : 1154
Total Users : 13092