વ્યારાનાં સરકુવા ગામનાં નિશાળ ફળિયામાં એક બંધ ઘરમાંથી અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી કબાટનાં લોકરમાં મુકેલ રોકડ રૂપિયા તેમજ સોના-ચાંદીના ઘરેણા મળી કૂલ રૂપિયા ૭૦,૦૦૦/-ની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે કાકરાપાર પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં સરકુવા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા રાજેન્દ્રભાઈ રણછોડભાઈ ગામીત (ઉ.વ.૩૮) છૂટક મજુરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેન્દ્રભાઈ ગામીતનાંએ તારીખ ૨૧/૦૫/૨૦૨૫ નાંરોજ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તારીખ ૧૯/૦૫/૨૦૨૫ નાંરોજ સવારે ૦૮.૦૦ વાગ્યાથી બપોરનાં ૦૧.00 વાગ્યા દરમિયાન તેમના ઘરનો મુખ્ય દરવાજો આડો હતો. જેથી રાજેન્દ્રભાઈ ઘરમાં પ્રવેશ કરી જોતા ઘરમાં મુકેલ લોખંડનાં કબાટનો લોક કોઈ સાધન વડે તોડી કબાટનાં લોકરમાં મુકેલ રોકડા રૂપિયા ૪૦,૦૦૦/-, રાજેન્દ્રભાઈની પત્નીનું જુનુ સોનાનુ મંગલ સુત્ર ૧ નંગ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-, તથા ચાંદીનું જુનુ મંગલસુત્ર ૧ નંગ જેની કિંમત રૂપિયા ૫,૦૦૦/- તેમજ જુના ચાંદીનાં સાકળા એક જોડ જેની કિંમત રૂપિયા ૨૦૦૦/- અને સોનાની વીટી ૨ નંગ જેની કિંમત રૂપિયા ૩,૦૦૦/-મળી કૂલ રૂપિયા ૭૦,૦૦૦/-નાં મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે અંગેની ફરિયાદ રાજેન્દ્રભાઈએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.




Users Today : 98
Users Last 30 days : 872
Total Users : 11350