તાપી જિલ્લામાં આજરોજ ACB એ એક સફળ ટ્રેપ કરી છે, સોનગઢ રેલ્વે સ્ટેશનનો ઈન્ચાર્જ સ્ટેશન અધિક્ષક કૈલાશચંદ્ર મીનાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો પ્રમાણે રેલ્વેમાં લોકો પાયલોટ ગાર્ડના અધિકારી/કર્મચારીઓનુ જમવાનુ બનાવવાના મળેલ કોન્ટ્રાક્ટર/પેટા કોન્ટ્રાક્ટરોને રેલ્વેના સ્ટેશન અધિક્ષક નાએ જે-તે જગ્યા ઉપર યોગ્ય સફાઇ ન રાખતા હોવાનુ જણાવી, કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો રીપોર્ટ કરી દેવાનુ જણાવી, દર મહિને પેટા કોન્ટ્રાક્ટર પાસે રૂ.૨૦૦૦/- ની લાંચની માંગણી કરે છે. જે હકિકત ખરાઇ કરવા આજરોજ ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું સોનગઢમાં ગાર્ડ રેસ્ટ હાઉસ ( રનીંગ રૂમ), ઉકાઇ રેલ્વે સ્ટેશન, સરકારી ક્વાર્ટર નજીક આયોજન કરેલ અને લાંચના ડિકોય છટકા દરમ્યાન કૈલાશચંદ્ર બાલુરામ મીના ઉ.વ.૪૨, હોદ્દો:- ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક, વર્ગ-૩, નોકરી- ઉકાઇ-સોનગઢ રેલ્વે સ્ટેશન નાએ ડિકોયરશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વિકારી સ્થળ ઉપર પકડાઈ ગયો હતો.
ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.ડી.ધોબી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243