સરથાણાના રત્નકલાકારનો મોબાઈલ ક્લોન કરી લેતા બેંક સાથે લિંક મોબાઈલના મેસેજો બારોબાર અન્ય નંબર પર ફોરવર્ડ થવા લાગ્યા હતા. આ રીતે ભેજાબાજોએ એફડી તોડી ૭.૩૮ લાખ વિડ્રોલ કરી લેતા મામલો સાયબર સેલમાં પહોંચ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે સરથાણાના વજચોક ખાતે આવેલી સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય મહિલા મૂળ જૂનાગઢના વતની છે. તેમના પતિ રત્નકલાકાર છે. ગત તા. ૧૯મીએ સવારે તેઓ નોકરીએ ગયા હતા. તેઓ મોબાઇલ ઘરે ભૂલી ગયા હતા. ફોન ચેક કરતા બેંકના મેસેજ આવ્યા હતા. કોઈ ઓટીપી આપ્યા ન હોવા છતાં બેંક એકાઉન્ટમાંથી રૂપિયા કપાયા હોવાના મેસેજ આવ્યા હતા. બેંકમાં તપાસ કરતા ટુકડે-ટુકડે મળી કુલ રૂપિયા ૭.૩૮ લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. મોબાઈલ ચેક કરતા ઓટીપી તથા અન્ય મેસેજો અન્ય મોબાઈલ નંબરોમાં ફોરવર્ડ થયા હોવાનું ખૂલ્યું હતું. બેંકમાં તપાસ કરતા ૫ લાખની બે ફિક્સ ડિપોઝિટ તોડાવી તેમાંથી નાણાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. આમ, ભેજાબાજોએ નવી ટ્રીક અપનાવી ઓટીપી વગર ખેલ કર્યો હતો. બેંક સાથે લિંક મોબાઇલ નંબરના મેસેજ અન્ય મોબાઈલ નંબરો પર ફોરવર્ડ કરી લઈ ઓનલાઈન નાણાં ઉપાડી લીધા હતા. સાયબર સેલે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243