અમરોલી વિસ્તારમાં પત્નીના લગ્નેતર સંબંધની જાણ પતિને થતા ઝઘડો થયો હતો, જેને લઈ પત્નીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.ઘટના અંગે મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં અમરોલી વિસ્તારમાં આવેલી રઘુવીર સોસાયટીના પ્રતીક પેલેસમાં રહેતા અભિષેકભાઈ રાજપૂત હીરાના કરાખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પત્ની ૨૬ વર્ષીય સંગીતા અને એક પુત્ર તથા એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.
સંગીતાના લગ્નેતેર સંબંધ હોવાની જાણ પતિને થઈ હતી. જેથી બંને વચ્ચે ઝઘડો હતો. ઝઘડો ઉગ્ર થયો હોવાનું જાણવા મળ્યું હતું. ઝઘડાને પગલે મંગળવારે સવારે સંગીતાએ ઘરના લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પરિવારને થતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક અમરોલી પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી મૃતક સંગીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. મૃતક સંગીતાના આપઘાતને પગલે બંને સંતાનોએ નાની ઉંમરમાં માતાનો પાલવ ગુમાવ્યો હતો. અમરોલી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245