રિક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવીને રોકડ તેમજ કિંમતી જણસ ચોરી લેતો રીઢો અસ્ફાક અને ૨૧ વર્ષની સના પરવીનને પોલીસે ઝડપી ચોરીના અનેક ભેદ ઉકેલ્યા છે. અસસ્ફાક ૨૩ જેટલા આ પ્રકારના ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. પોલીસે બંને પાસેથી સોનાના દાગીના સહિત રૂ. ૨.૦૮ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. લૂંટારુના સ્વાંગમાં ફરતા રિક્ષાચાલકોને ઝડપી લેવા ખટોદરા પોલીસ મથકના પીઆઈ બી.આર. રબારીની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે રાયકા સર્કલ પાસે વોચ ગોઠવી હતી.
પોલીસે અસ્ફાક ઉર્ફે ગોલ્ડન અબ્બાસ શેખ (રહે. શાહપુર ગબીર મસ્જિદ પાસે, લિંબાયત- મૂળ રહે. કોસંબા, જિ.સુરત) અને સના પરવીન ગુલામનબી શેખ (ઉ.વ. ૨૧, રહે. ખ્વાઝાનગર, ખટોદરા કોલોની)ને પકડી પાડયા હતા. પોલીસે બંનેની તપાસ કરતાં ૨૫,૭૧૦ ગ્રામ સોનાના દાગીના કિંમત રૂ. ૨,૦૮,૧૮૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મુદ્દામાલ તેમણે ઘોડદોડ રોડ જોગર્સ પાર્ક પાસે એક મહિલાને રસ્તામાં કોઈ ચોર કિંમતી દાગીના કાઢી લેશે એમ કહીને કાન ગળામાંથી કાઢી લઈને ભાગી છૂટ્યા હતા. અંકલેશ્વરના ચૌટાબજારમાં એક મહિલા અને મજુરાગેટ પાસે નવી સિવિલ હોસ્પિટલ પાસે એક મહિલાની પાસેથી યેનકેન પ્રકારે દાગીના ચોરી લીધા હતા. રીઢો અસ્ફાક કુલ ૨૩ ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245