તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે તારીખ ૧૬/૦૫/૨૦૨૫ નાંરોજ ડોલવણ અને ડોલવણ તાલુકાનાં અલગ અલગ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ પાટી ગામની આંગણવાડીની આકસ્મિક મુલાકાત લીધી હતી. ત્યારબાદ ડોલવણ સી.એચ.સી.ની મુલાકાત લીધી હતી તેમજ ગડત સી.એચ.સીની મુલાકાત લઈ કેસ પેપર તેમજ ફાઈલો તપસ્યા હતા અને સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. કલેકટરશ્રીની મુલાકાત વેળા તેમની સાથે ડોલવણ મામલતદાર શ્રી શૈલેશ ખંડોર, સુપ્રીટેનડન્ટ શ્રી તેજસ પટેલ તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા. કલેકટરશ્રી ડો. ગર્ગે આરોગ્ય માટે જણાવ્યું હતું કે જયારે દર્દીની નોંધણી કરવામાં આવે ત્યારે જ તેમને પૂછવામાં આવે કે એમની પાસે આયુષ્યમાન કાર્ડ છે કે કેમ તેના આધારે તેમની સ્થળ પર આયુષ્યમાન કાર્ડ માટેની પ્રક્રિયા પણ કરી શકાય. તેમજ ડોલવણ સી.એચ.સી માં એમ્બ્યુલન્સનો મહત્તમ ઉપયોગ કરવા સુચન કર્યું હતું.
Latest News
Latest news tapi : કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે ડોલવણ તાલુકાની સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243