વ્યારાનાં એક વિસ્તારમાં સાયકલ લઈને પસાર થઇ રહેલી એક બાળાનો એકલતાનો લાભ લઈને એક શખ્સે સતામણી કરી હતી.બાળકીને રોકી કામુક ટીપ્પણી કરી હતી. આ શખ્સની હરકતથી ગભરાઈ ગયેલી બાળકી આ મામલે તેની માતાને જાણ કરતા મામલો વ્યારા પોલીસ મથકે પહોંચ્યો હતો. બાદમાં પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વ્યારાનાં એક વિસ્તારમાં સાયકલ લઈને પસાર થઇ રહેલી એક બાળાનો એકલતાનો લાભ લઈને એક શખ્સે સતામણી કરી હતી. એકલી જઈ રહેલી આ બાળકીને રોકી કામુક ટીપ્પણી કરી હતી. આ શખ્સની હરકતથી ગભરાઈ ગયેલી બાળકી આ મામલે તેની માતાને જાણ કરી હતી. બાળકીના પરિવારજનોએ વ્યારા પોલીસ મથકે જાણ કરતા પોલીસે આરોપી શરીફ મોહમદ કાદર(રહે.મગદુમ નાગર, વ્યારા) નાને ઝડપી પાડી તેની સામે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 113
Users Last 30 days : 887
Total Users : 11365