Explore

Search

December 27, 2025 7:13 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

સરકારી ઇ- રિક્ષાની ખરીદીમાં ભ્રષ્ટાચાર !!

નર્મદા દેડીયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વછતા માટે ઈ રીક્ષા વિતરણ કાર્યક્રમ માંમુખ્ય મહેમાન સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ આ ઈ રીક્ષા લેવાની ના પાડી અને આવી કંડમ રીક્ષા કે જે એક વર્ષ પણ ના ચાલે અને જેનું 3,10,000 નું બીલ મૂકી એજન્સી અને અધિકારીઓ એ મલાઈ ખાઇ ઓડકાર લઈ લીધો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.

E riksha- file photo 

ભ્રષ્ટાચારનું અમારા હાથે વિતરણ કરીએ તો આવતીકાલે અમે હસીને પાત્ર બનીએ એના કરતા આ વિતરણ અમે નહીં કરીએ ની વાત કરતા સામે ઈ રીક્ષા લેવાની સરપંચોએ ના પાડતા મામલો ગરમાયો અને કાર્યક્રમ તંત્ર એ મોકૂફ રાખવો પડ્યો અને અધવચ્ચે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બાબતે ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે, સ્વચ્છભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે.

સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.50 લાખ રૂપિયામાં આ ઈ રીક્ષા આવે પણ એજન્સી 3,10 લાખ નું બિલ મૂકતા સીધા એક લાખ થી વધુ કમાઈ રહ્યા છે. જે ખોટું છે. આદિવાસીઓ ના નામે 20x 5 100 ઈ રીક્ષા આપવામાં આવી જેની કિંમત 310 કરોડ થાય એટલે આ નાનકડી યોજનામાં કરોડો નો ભ્રષ્ટાચાર છે.હાલ તો આ ઇ રીક્ષાનું વિતરણ માં એક તરફ ભાજપના નાંદોદના ધારાસભ્ય વિતરણ કરે છે બીજી બાજુ આજ ભાજપના સાંસદ મનસુખ વસાવા વિરોધ કરે છે ત્યારે હવે આ એજન્સી પર શુ કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 2 4 3
Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243