Explore

Search

December 27, 2025 10:22 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ક્રિકેટ બેટિંગ એપના રવાડે ચઢી આ યુવક બન્યો ચોર, પોલીસે એક કડીના આધારે ગુનો ઉકેલ્યો

IPL પર ટીમ બનાવી કરોડપતિ બનવામાં અનેક યુવાનો બરબાદ થઈ રહયા છે, ત્યારે ક્રિકેટ બેટિંગ એપ પર પૈસા લગાવી અનેક યુવાનોએ પૈસા ગુમાવ્યા છે, ત્યારે વલસાડ પોલીસે એક એવો ચોર પકડ્યો જે આઈટી ફિલ્ડમાં નોકરી કરે છે અને ક્રિકેટ બેટિંગ એપના રવાડે ચઢી બન્યો ચોર, પોલીસે એક કડીના આધારે ગુનો ઉકેલ્યો.

વલસાડ સીટી પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે પોલીસે એક બાઈક ચોરને ચોરેલી બાઈક સાથે ઝડપી પાડ્યો હતો, આ બાઈક ચોરની પૂછપરછ પોલીસે હાથ ધરતા બાઈક ચોરે વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ સર્વાની રેસિડન્સી એપાર્ટમેન્ટમાંથી બાઈક ચોરી કરી હોવાની કબૂલ કર્યું હતું.

પોલીસે આ બાઈક ચોરને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા આ બાઈક ચોર સુરતના અડાજણ ખાતેથી બાઈક ચોરી કરી olx એ બાઈક વેચવા માટે મૂકી એ બાઈક વેચવા વલસાડ ખાતે આવ્યો હતો જે દરમિયાન olx જે ગ્રાહક સાથે વાતચીત ચાલતી હતી તે ગ્રાહકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું ત્યાર બાદ આ બાઈક ચોરની ચોરેલી બાઇકનું પેટ્રોલ પૂરું થતા એ બાઈક સર્વાની રેસિડન્સી એપાર્ટમેન્ટમાં મૂકી ત્યાં થી સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન પોલિસે બાઈક ચોરને ઝડપી પાડ્યો હતો.

પોલીસ પકડમાં ઉભેલા આ આરોપીનું નામ છે અભિષેક દિનેશ રાયઠઠ્ઠા જે મૂળ વલસાડનો રહેવાસી છે અને હાલ સુરત ખાતે રહી સુરતની એક ખાનગી આઈટી કંપની નોકરી કરે છે આઈટી કંપની માં નોકરી કરતા અભિષેક ને ક્રિકેટ બેટિંગ એપ પર ક્રિકેટ ઉપર બેટિંગ કરવાનો શોખ ભારે પડ્યો હતો આઈપી મેચ ઉપર ક્રિકેટ બેટિંગ એપ ઉપર પોતાનો પગાર અને અન્ય પૈસા લગાવી હારી ગયો હતો ત્યારે બાદ તેણે અન્ય લોકો પાસે થી પૈસા લઈ આ બેટિંગ એપ ઉપર લાગ્યા હતા.

દેવાદાર બનેલા અભિષેકે સુરતના અડાજણ વિસ્તાર ખાતેથી બાઈક ચોરી કરી olx પર વેચવા મૂકી હતી જે બાદ વલસાડ ખાતે આવતા બાઈક ચોર પકડાઈ ગયો હતો. વલસાડ પોલીસે સર્વાની એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કરતા અભિષેકે ચોરેલી બાઈક મૂકી અન્ય બાઈક ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપી અભિષેકને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 5
Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245