છેલ્લા ત્રણેક દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે પોલીસને આદેશ કરાયો છે.
પોલીસે યુદ્ધ અંગે સોશિયલ મીડિયામાં ભડકાઉ અને દેશ વિરોધી પોસ્ટ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગરમાં ગારિયાધારના યુવકને ભારત વિરોધી પોસ્ટ કરવા મુદ્દે ઝડપી લેવાયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરના ગારિયાધારમાં સરકાર અને ભારતીય સેના વિરૂદ્ધ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરનાર એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. તેની સામે ઓપરેશન સિંદૂર અંગે ભય અને ગભરાટ ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર આઈનુલ અનિશ શેખ વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ યુવકે ઓપરેશન સિંદૂર અંગે સોશિયલ મીડિયામાં નાગરિકોમાં ભય અને ગભરાટ ઉભો કરવાનો આક્ષેપ કરતી પોસ્ટ મુકી હતી.
લોકલ ક્રાઈમ બ્રાંચે આ યુવક સામે શહેરના ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એસઓજીએ આરોપી આઈનુલ અનિશ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, યુદ્ધની સ્થિતિમાં પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245