પાકિસ્તાનની બોર્ડરથી નજીકમાં આવેલ જિલ્લાઓમાં પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે ત્યારે પાટણ જિલ્લાના સરહદી તાલુકાના તમામ ગામડાઓને વર્તમાન પરિસ્થિતિને લઈને વહીવટી અધિકારી તેમજ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા માટે સજ્જ કરી દેવામાં આવ્યા છે, સરહદી ગામોમાં જ્યાં સાંતલપુર તાલુકાના તમામ 71 ગામો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે ત્યારે તાલુકાના 8 ગામો જે ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવ્યા છે તેમને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.
એક તરફ પાટણ જિલ્લાના વારાહી મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ બનાવી દેવામાં આવ્યું છે જ્યાંથી પાટણ જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સરહદી ગામોની સમીક્ષા કરી મોડે રાત સુધી કંટ્રોલ રૂમમાં બેઠક કરી હતી તો તંત્ર દ્વારા બીજી બાજુ સરહદી વિસ્તારમાં એલર્ટ મોડ પર રાખવામાં આવેલ ગામડાઓના લોકોને ક્યાંક સ્થળઆંતર કરાવવાની જરૂર પડે તો 25 હજારથી પણ વધુ લોકોને ગણતરીમાં જ સ્થળઆંતર કરી શકાય તેવી તૈયારી કરી દેવામાં આવી છે.સાથે સાથે જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમો તેમજ ગામડાઓના સરપંચ, તલાટી તેમજ ગામડાઓના આગેવાનો એક સાથે મળીને સોસીયલ મીડિયા તેમજ એકબીજાના રૂબરૂ સંપર્કમાં રહીને કોઈપણ જાતની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો સાવચેતી કેવી રીતે રાખવી તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243