Explore

Search

February 12, 2026 10:59 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : ધમોડી ગામે બાઈક અડફેટે આવતાં આધેડનું સારવાર દરમિયાન મોત નિપજયું

સોનગઢનાં ધમોડી ગામનાં ડુંગરી ફળીયાનાં સીમમાંથી પસા૨ થતા ધમોડીથી ખડકા ચિખલી જતા રોડ ઉપર બાઈક અડફેટે આવતાં આધેડનું માથામાં ઈજામાં પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, સોનગઢનાં ધમોડી ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા વિક્રમભાઈ રણછોડભાઈ ગામીત નાંઓ તારીખ 29/04/2025 નાંરોજ પોતાની કબ્જાની બાઈક નંબર GJ/26/H/1944ને લઈ ગામનાં ડુંગરી ફળીયાની સીમમાંથી પસા૨ થતા હતા. તે સમયે ધમોડીથી ખડકા ચિખલી જતા રોડ ઉપર પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચાલતા આવતા જગદિશભાઇ ગોવિંદભાઇ ગામીત (રહે.ખડકાચીખલી ગામ, તા.સોનગઢ)નાઓને અડફેટમાં લઇ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં જગદિશભાઇ માથાના પાછળના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી તેમનું સુરત નવી સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે મધુબેન ગોકુળભાઈ ગામીત (રહે.ધમોડી ગામ, પટેલ ફળિયું, સોનગઢ)નાંઓએ બાઈક ચાલક વિક્રમભાઈ વિરુદ્ધ 30/04/2025 નાંરોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 9 2
Users Today : 6
Users Last 30 days : 1154
Total Users : 13092