આજે એપ્રિલ મહિનો પૂરો થવાનો છે, આવતી કાલે વર્ષના પાંચમા મહિના મેની શરૂઆત થવાની છે. નવા મહિનાની સાથે એવા ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકના ખિસ્સા પર પડશે. બેંક ખાતાથી માંડીને ATM ટ્રાન્ઝેક્શન અને રસોઈ ગેસના ભાવ અને રેલ્વે બુકિંગ સુધી ઘણું બદલાઈ શકે છે. તેથી, આ નવા ફેરફારો વિશે અગાઉથી જાણવું જરૂરી છે, જેથી સમસ્યાનો સામનો ન કરવો પડે.
ATM માંથી કેસ વિથડ્રોઅલ મોંધુ બનશે: 1 મે, 2025 થી, ATM માંથી પૈસા ઉપાડવા માટે ફ્રી ટ્રાન્ઝેક્શન સમાપ્ત થશે. હવે ATM માંથી પૈસા ઉપાડવા પર 19 રૂપિયા ચૂકવવા પડશે, પહેલા આ ફી 17 રૂપિયા હતી. આ ઉપરાંત, ATM બેલેન્સ કરવા હવે 7 રૂપિયા ચુકવવા પડશે, આ ચાર્જ પહેલા આ ફી 6 રૂપિયા હતો.
રેલ્વે ટિકિટ બુકિંગમાં ફેરફાર: 1 મે, 2025 થી રેલ્વે ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફારો થશે. હવેથી, વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય રહેશે. તમે સ્લીપર કોચમાં વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી શકાશે નહીં.
RRB યોજના લાગુ થશે: દેશના 11 રાજ્યોમાં 1 મે 2025 થી એક રાજ્ય એક રીજીઓનલ રૂરલ બેંક(RRB) યોજના લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે આ દરેક રાજ્યમાં, બધી પ્રાદેશિક ગ્રામીણ બેંકોને એકસાથે જોડીને એક મોટી બેંક બનાવવામાં આવશે. આનાથી બેંકિંગ સેવાઓમાં વધુ સુધારો થશે અને ગ્રાહકોને પહેલા કરતાં વધુ સુવિધા મળશે. આ ફેરફાર યુપી, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાનમાં લાગુ કરવામાં આવશે.
LPG સિલિન્ડરના ભાવમાં બદલાશે: દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. આ વખતે પણ ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા 1 મેના રોજ કરવામાં આવશે. લોકોને અપેક્ષા છે કે ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવે.
FD અને સેવિંગ બેંક અકાઉન્ટ્સના વ્યાજ દરોમાં ફેરફાર: 1 મેથી FD અને બચત ખાતાના વ્યાજ દરોમાં પણ ફેરફાર થઇ શકે છે.RBI દ્વારા બે વાર રેપો રેટ ઘટાડ્યા પછી, મોટાભાગની બેંકોએ બચત ખાતા અને FD પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245