Explore

Search

December 27, 2025 7:08 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

માંડવી દક્ષિણ રેન્જ અને વ્યારા રેન્જની ટીમેનો વ્યારાના ખોળતળાવ ગામે સંયુક્ત ઓપરેશન : ખેર તસ્કરીના આરોપી મજીદ મલેકને દબોચી લેવાયો

સુરત વન વિભાગ દ્વારા માંડવી દક્ષિણ રેન્જમાં ગત ૧૪મી જૂન ૨૦૨૪ના રોજ નોંધાયેલા ખેર તસ્કરીના ગુનામાં નાસતા ફરતા આરોપી મજીદ નુરુદ્દીન મલેકની દરોડા પાડી ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે આરોપી પાસેથી ખેરના લાકડા ભરેલી ટ્રક પણ જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત લાખો રૂપિયામાં થાય છે.

બાતમીના આધારે માંડવી દક્ષિણ રેન્જ અને વ્યારા રેન્જની સંયુક્ત ટીમે ૨૧મી એપ્રિલની રાત્રે ૨ વાગ્યે વ્યારા તાલુકાના ખોળતળાવ ગામે દરોડો પાડયો હતો. અહીં ખાનગી જમીનમાં મજીદ નુરુદ્દીન મલેક, વિરલ વસનજી ગામીત અને નદીમ નામના આરોપીઑ એક ટ્રકમાં ખેરના લાકડા ભરી રહ્યા હતા. ટીમ જોઈને ત્રણેય આરોપીઓ ભાગવા લાગ્યા હતા.

ભાગદોડ દરમિયાન મજીદ નુરુદ્દીન મલેકે તળાવમાં કૂદકો મારી દીધો હતો, પરંતુ વન વિભાગના કર્મચારીઓએ પીછો કરીને તળાવને ઘેરી લીધો અને તેને પકડી પાડયો હતો. અન્ય બે આરોપીઓ ભાગી ગયા હતા. ઘટનાસ્થળેથી ખેરના લાકડા ભરેલી ટ્રક સાથે તેના ડ્રાઈવર અનિલકુમાર રામચન્દ્ર ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપી મજીદ નુરુદ્દીન મલેક સામે અગાઉ પણ ખેર તસ્કરીના ઘણા ગુનાઓ નોંધાયેલા છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સને ૨૦૧૯-૨૦માં વાપી રેન્જમાં નોંધાયેલા ખેર તસ્કરીના ગુનામાં પણ સંડોવાયેલો હતો અને તે સંગઠિત ખેર તસ્કરીના ઓર્ગેનાઈઝડ ક્રાઈમમાં પણ સહઆરોપી છે. આ ઉપરાંત વ્યારા વન વિભાગના સાદડવેલ રેન્જમાં વર્ષ ૨૦૧૭-૧૮માં નોંધાયેલા ખેર તસ્કરીના ગુનામાં પણ તેની સંડોવણી હતી. વાલોડ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ખેર તસ્કરીનો કેસ ચાલી રહ્યો છે. એટલું જ નહીં, આરોપી મહારાષ્ટ્ર રાજ્યના ચીંચપાડા રેન્જમાં પણ ખેર તસ્કરીના ગુનામાં સંડોવાયેલો છે.

આમ, મજીદ નુરુદ્દીન મલેક એક રીઢો ગુનેગાર છે અને વર્ષોથી સંગઠિત રીતે ખેરની તસ્કરીના ગુનાઓમાં સક્રિય હતો. ધરપકડ કરાયેલા આરોપી મજીદ નુરુદ્દીન મલેકને માંડવી કોર્ટમાં રજૂ પણ કરવામાં આવતા કોર્ટે તેને ૨૫મી દિન એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જયારે, પકડાયેલી ટ્રક અને ખેરના લાકડાને આગળની કાર્યવાહી માટે થઈ વ્યારા રેન્જ ફોરેસ્ટ ઓફ્સિરને સોંપવામાં આવ્યા છે. વન વિભાગના નોંધ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાગી ગયેલા અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ છે અને ખેર તસ્કરીના માત્ર આ નેટવર્કને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 3
Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243