સોનગઢના ગુનખડી ગામે ટેમ્પો પલટી મારવાની ઘટના બની હતી, ટેમ્પો પલટી ખાઇ જતાં ટેમ્પામાં સવાર 10 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
સોનગઢ તાલુકાના ગુનખડી ગામનાં 10 જેટલા લોકો તા.15મી એપ્રિલ નારોજ મોડીસાંજે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ટેમ્પોમાં જઈ રહ્યા હતા,તે દરમિયાન ગુનખડી ગામે ગોડાઉન ફળિયામાં આવેલ ગરનાળા પાસે ટેમ્પોનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મુસાફરો ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.આ અકસ્માતમાં ગુનખડી ગામનાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,બનાવ અંગે ફરિયાદના આધારે સોનગઢ પોલીસ દ્વારા ટેમ્પોનાં ચાલક સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245