Explore

Search

December 27, 2025 10:24 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : સોનગઢનાં નવા આરટીઓ પાસેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

સોનગઢનાં નવા આર.ટી.ઓ પાસેના હાઈવે પાસેથી વગર પાસ પરમિટે પીકઅપ ટેમ્પોમાં કાંદાની ગુણોની આડમાં મહારાષ્ટ્રથી કડોદરા ખાતે લઈ જવાતો રૂપિયા ૯.૬૦ લાખનાં ઈંગ્લીશ દારૂનાં મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક સહીત પાયલોટીંગ કરનાર બે જણાને ઝડપી પાડ્યા હતા. જયારે ટેમ્પોમાં દારૂનાં મુદ્દામાલ ભરાવી આપનાર બે જણા અને આપનાર એક ઈસમને મળી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૨/૦૪/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ખાનગી ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરનો બોલેરો પીકઅપ ટેમ્પો નંબર એમએચ/૦૪/જેયુ/૫૬૯૨માં ઉપરના ભાગે ડુંગરીનાં થેલાઓ મુકેલ છે અને તેની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી નવાપુર તરફથી સોનગઢ થઈ કડોદરા ખાતે રહેતા નરેશભાઈ નામના ઈસમને આપવા જનાર છે અને આ પીકઅપ ટેમ્પાનું પાયલોટીંગ કરનાર એક સફેદ કલરની ઈન્ડીગો કાર જેનો નંબર જીજે/૦૧/આરસી/૩૫૮૦ છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢનાં જુનાર આર.ટી.ઓ પાસે હાઈવે રોર ઉપર વોચમાં હતા.

તે દરમિયાન પાયલોટીંગ કરનાર કાર આવતાં જોઈ પોલીસે બેટરીની લાઈટથી અને લાકડીથી કારને ઉભી રખાવી હતી અને કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, જાવેદ મહેમુદ શેખ અને તેની બાજુમાં બેસેલનું નામ પૂછતા વસીમ બસીર શેખ (બંને રહે.પીપલનેર રામનગર ટેમ્બા રોડ, તા.પીપલનેર, જિ.ધુલિયા, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાર પોલીસે બાતમીવાળો પીકઅપ ટેમ્પો આવતાં જોઈ ટેમ્પોને પણ રસ્તાની સાઈડમાં ઉભો રખાવ્યો હતો ટેમ્પોના ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, શાહરૂખ મુસ્તાક શેખ (રહે.પીપલનેર રોશન નગર, તા.પીપલનેર, જિ.ધુલિયા. મહારાષ્ટ્ર) નાં હોવાનું જણાવ્યું હતું .

તેમજ પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ડુંગરીઓનાં થેલાઓ મુકેલ હતા જેની નીચે જોતા ખાખી કલરના બોક્ષ મુકેલ હતા  જેને ખોલી જોતા તેમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનાં બોક્ષ મળી આવ્યા હતા જેમાંથી કૂલ ૭,૬૮૦ દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૯,૬૦,૦૦૦/- હતી. જયારે વધુપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ધુલિયા ખાતેના પંકજ સુરેશ માળી અને નાના ઉર્ફે મીલીન્દ્ર હરીચન્દ્રનો જે પીપલનેર પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે તેમને એક ટ્રીપનાં રૂપિયા ૫,૦૦૦ આપવાનું નક્કી કરી પીપલનેર વારસાફાટા તરફ જવા રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ પીકઅપ ટેમ્પો આપી અને આ ટેમ્પો કડોદરા ખાતે રહેતા નરેશભાઈ આપવાનો હતો. આમ, પોલીસે પાયલોટીંગ કરતી કાર જેની કિંમત રૂપિયા બે લાખ, પીઅકપ ટેમ્પો જેની કિંમત રૂપિયા ૬ લાખ, ચાર નંગ મોબાઈલ અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા ૯.૬૦ લાખ મળી કૂલ રૂપિયા ૧૭,૯૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે સોનગઢ પોલીસે ઝડપાયેલ ત્રણ ઈસમો વિરુધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ દારૂ ભરાવી આપનાર અને દારૂ આપનાર ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 4 5
Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245