ગુજરાતના અંકલેશ્વરમા ઔધોગિક વસાહતમા વાંરવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમા આજે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું કે ગણતરીના સમયમા કંપની બળીને ખાખ થઈ ગઈ છે. આ આગની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘટનાની ગંભીરતાને ધ્યાન રાખતા તેને મેજર કોલ જાહેર કરવામા આવ્યો હતો. ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
આ આગની મળતી વિગતો મુજબ અંકલેશ્વરની પાનોલીની એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ પર ફાયર બ્રિગેડ કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટે આવી ગયો હતો આ ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી અને કોઈ ઈજાગ્રસ્ત પણ થયું નથી.જોકે, આ આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.આ દુર્ઘટના પગલે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ એકત્ર થયેલી ભીડને દૂર કરી હતી. તેમજ સુરક્ષાના કારણોસર રોડને કોર્ડન કરી દઈને બંધ કરી દેવામા આવ્યો છે. આગ લાગવાના કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે. કંપનીમાં લાગેલી આગ સદનસીબે આસપાસની કંપનીમાં નથી ફેલાઈ. જોકે, આસપાસની કંપનીઓના લોકોમા ભયનો માહોલ ફેલાયો છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243