વ્યારા ખાતે રેંજ આઈજી સાહેબની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નાગરિકોને કોઇપણ રજૂઆત હોય તો પોલીસને કરવા જણાવાયું હતું.
તાપી જિલ્લામાં વ્યારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તા.૯મી એપ્રિલ નારોજ આઈજી પ્રેમ વીર સિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેકશનની સાથેસાથે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વ્યારાના આગેવાનો અને નગરજનોએ પોતાની રજુઆતો કરવાની હોય છે,બાઈકોમાં ફીટીંગ કરવામાં આવેલા મોટા અવાજ અને ઘોંઘાટ વાળા સાયલેન્સર અને રસ્તાઓ પર બેફામ વાહનો હંકારનાર સામે કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ વ્યારાનાં આગેવાન રાકેશભાઈ કાંચવાલાએ આઈજી સાહેબને રજૂઆત કરતા જણાવ્યું હતું કે,વ્યારાનાં તાડકુવા ગામનાં વિસ્તારમાં અકસ્માત અથવા ચોરી જેવી કોઇપણ ઘટનાઓ બનતી હોય છે ત્યારે છેક કાકરાપાર પોલીસ સ્ટેશન સુધી લોકોએ દોડવું પડતું હોય છે જે વ્યારા પોલીસ સ્ટેશનથી ઘણું જ દુર આવ્યું છે, જેના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે,
લોકોને સુરક્ષાની સાથે સુવિધા મળી રહે તે માટે નજીકમાં આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનની સુવિધા મળી રહે અથવા તાડકુવાને વ્યારા પોલીસ સ્ટેશનમાં સમાવવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી, સાથે જ ડીજીટલ અરેસ્ટ જેવા સાયબર ફ્રોડથી બચવા લોકોને માહિતીગાર કરવા સહીતની રજૂઆત કરવામાં આવી હતી.
આ લોક દરબારમાં ઉપસ્થિત નગરજનોની રજૂઆત સાંભળ્યા બાદ આઈજી પ્રેમ વીર સિંહે તમામ લોકોને ડીજીટલ અરેસ્ટ જેવું કશું જ હોતું નથી તેમ જણાવ્યું હતું તેમજ સાયબર ફ્રોડથી બચવા કહો તે સમયે લોક જાગૃતિ માટે કાર્યક્રમો કરવા માટેની ખાતરી આપી હતી.આઈજી પ્રેમ વીર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં એસપી રાહુલ પટેલ,તમામ ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહીતનાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243