તાપી જિલ્લામાં ઈદ પર્વની ઉજવણીને પગલે ઉત્સાહભેર મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.એકબીજાને ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઈદના દિવસે નાના-મોટા અને વડીલ લોકો નવા કપડા પહેરીને મસ્જિદમાં જઈને ઈદ ની નમાઝ અદા કરી અલ્લાહ તાલાની પાસે શાંતિ અને સુખ ની દુવાઓ કરી હતી. ઈદ મુબારક સાથે ઉજવણી કરાઈ હતી.
તાપી જિલ્લામાં ઈદના તહેવારને લઈને મુસ્લિમ સમાજ દ્વારા સવારથી જ ઉત્સાહભેર ઈદની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 30 દિવસના રોજા પૂર્ણ કરીને સોમવારે ઈદ ઉલ ફિત્ર તહેવાર નિમિત્તે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લાની વિવિધ મસ્જિદોમાં પણ સામૂહિક નમાજ પઢીને મુસ્લિમ ભાઈઓ દ્વારા એકબીજાને ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવાઈ હતી.આમ સવારથી જ ઈદનો માહોલ જોવા મળ્યો હતો.ઈદના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર નમાજની બંદગી કરવામાં આવી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243