તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમએ બસના ભાડામાં વધારો કર્યો હતો, હવે રાજ્યના અનેક ટોલનાકા પર 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ થવા જઈ રહ્યો છે. આ વધારાને કારણે વાહનચાલકોએ વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે 48 પર પણ ટોલ ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર 5 થી માંડીને 40 રૂપિયા સુધીનો વધારો કરાયો છે.
અહેવાલ મુજબ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ફોર વ્હિલ વાહનચાલકોએ રૂ.135ના બદલે રૂ.140 ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલ રૂ.465 થી વધીને રૂ.480 થશે. વડોદરાથી આણંદ વચ્ચે કાર માટેનો ટોલ ટેક્સ રૂ.50થી વધીને રૂ.55 અને વડોદરાથી નડિયાદ વચ્ચે રૂ.70થી વધીને રૂ.75 રૂપિયા કરાયો છે. રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર અને જીપ માટેની ટોલ ટેક્સ રૂ.110 જ્યારે વાસદથી વડોદરા સુધી કાર અને જીપ માટે 160 રૂપિયા ટોલ વસૂલવામાં આવશે..વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્ર, શૌર્ય ચક્ર મેળવનાર તેમજ વેલીડ અધિકારી દ્વારા પ્રમાણિત ફોટો સાથેનું ઓળખપત્ર બતાવવા પર પણ ટોલ ટેક્સની ચૂકવણીમાંથી રાહત મળશે.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248